કચ્છ : ભુજમાં દરબાર ગઢ ચોક ખાતે પ્રથમ એવી મહિલા પોસ્ટ ઓફિસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યારે સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય ,ડૉ. નીમાબેન આચાર્યના હસ્તે મહિલા પોસ્ટ ઓફિસ ખુલ્લી મુકવામાં આવી હતી. આ કચેરીમાં બહેનો દ્વારા પોસ્ટ ઓફિસના ચાલતા બચત ખાતા આર.ડી ખાતા, ટી ડી ખાતા, અટલ પેન્શન યોજના અને સુકન્યા સમૃદ્ધિ યોજના સહિતની કામગીરી કરવામાં આવશે.
ભુજમાં મહિલા પોસ્ટ ઓફિસનો પ્રારંભ, સાંસદના હસ્તે ખુલ્લી મૂકાઇ પોસ્ટ ઓફિસ - ભુજમાં દરબાર ગઢ
ભુજમાં દરબાર ગઢ ચોક ખાતે મહિલા પોસ્ટ ઓફિસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે પોસ્ટ ઓફિસ સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્યના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી.
![ભુજમાં મહિલા પોસ્ટ ઓફિસનો પ્રારંભ, સાંસદના હસ્તે ખુલ્લી મૂકાઇ પોસ્ટ ઓફિસ The women post office in Bhuj](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7651221-941-7651221-1592379818149.jpg)
ભુજમાં મહિલા ડાકઘર
જે અંગે અધિક્ષક ડાકઘર મહેશ પરમારે જણાવ્યું હતું કે, આ પોસ્ટ ઓફિસમાં મહિલાઓ ઉપરાંત પુરુષો પણ પોતાના કામકાજ માટે જઈ શક્શે. આ મહિલા પોસ્ટ ઓફિસ તરીકે ખોલવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે, મહિલાઓ પોતાની બચત અંગે વિગતવાર વધુ સહેલાઇથી જાણી શકે, ફોર્મ ભરાવી શકે. આમ મહિલાના પ્રશ્નોને મહિલા સહેલાઇથી સમજી શકે તે માટે આ કચેરીમાં એક પોસ્ટ માસ્ટર ત્રણ મહિલા કર્મચારીની નિમણૂક કરવામાં આવી છે.
ભુજમાં મહિલા ડાકઘર તમામ સંચાલન મહિલા કરશે