ગુજરાત

gujarat

ETV Bharat / state

અંજારમાં 20 વર્ષે પણ નથી બન્યો વીરબાળ ભુમિ સ્મારક, ભુંકપની વરસીએ 185 દિવંગતોને શ્રદ્ધાંજલિ - The Veerbal Bhumi monument could not be built in Anjar for 20 years

26 જાન્યુઆરી 2001ના દિવસે કચ્છમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા હતાં. આ ઘટનામાં અંજારમાં પણ મોટી જાનહાનિ થઇ હતી. અંજારમાં પ્રભાત રેલી દરમિયાન ભૂકંપ આવતા 185 બાળકો અને 21 જેટલા શિક્ષકો અને પોલીસ જવાન શહીદ થયા હતા. શહીદ લોકોની યાદમાં રાજ્ય સરકારે વીર બાર સ્મારકની જાહેરાત કરી હતી. આજે ભૂકંપને 19 વર્ષ જેટલો સમય વિતી ગયો છતાં પણ આ સ્મારક બનાવ્યું નથી. ભૂકંપમાં શહીદ થયેલા લોકોની યાદમાં ક્યારે સ્મારક બનશે તે સવાલનો જવાબ પરિવારજનો માગી રહ્યા છે

kutcvh
કચ્છ

By

Published : Jan 25, 2020, 9:22 AM IST

કચ્છ : અંજાર શહેર પરંપરા સાથે ઐતિહાસિક શહેર છે. આ શહેરમાં આઝાદી પછી દર 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિનની ઉજવણી સમયે વિદ્યાર્થીઓની પ્રભાતફેરી નીકળે છે. તેમજ પરેડ ગ્રાઉન્ડ પર પૂરી થઈ ત્યાં ધ્વજવંદન કરવામાં આવે છે. 2001માં પણ આ જ રીતે શહેરના 182 વિદ્યાર્થી 2 પોલીસ જવાનો અને શિક્ષકો પ્રભાતફેરી લઈને નીકળ્યા હતા, ત્યારે અંજારના ખત્રી બજારમાં પ્રભાતફેરી પહોંચી હતી. ત્યાં કાળમુખા ભૂકંપે દસ્તક દીધી અને જોતજોતામાં તમામ લોકો સાંકડી શેરીમાં મોતની સોડમાં દબાઈ ગયા હતા.

અંજારમાં 20 વર્ષે પણ નથી બન્યો વીરબાળ ભુમિ સ્મારક

જ્યારે બાળકોના મૃતદેહો બહાર કઢાયા, ત્યારે ભલભલાના કાળજા કંપી ઉઠયા હતા. આ સાથે જ સ્મારક બનાવવાની લાગણી પ્રસરી હતી. સરકાર પુનર્વસન શરૂ કર્યું, ત્યારે તેની જાહેરાત પણ કરી દેવાઈ હતી. પણ આજ સુધી તેનો અમલ થયો નથી. તેની પાછળ સરકારી અધિકારીઓની સાંઠ ગાંઠ તેમજ રાજકીય નેતાઓની ઈચ્છા શક્તિ અને ખાસ કરીને કેટલાક લોકોનો વિરોધ સામે આવી રહ્યો છે.

સ્મારક

ETV BHARATની ટીમે અંજારમાં સ્મારક બનાવવાનું છે, ત્યાંની મુલાકાત લેતા જોવા મળ્યું હતું કે, સ્મારકની કામગીરી હાલ અધૂરી મૂકી દેવામાં આવી છે. મળતી વિગતો મુજબ રાજ્ય સરકારે સ્મારક બનાવવા માટે 9. 46 કરોડ મંજૂર કર્યા હતાં. ઇન્ટરવલ ડિઝાઇન માટે 3 કરોડ મંજૂર કર્યા હતાં, પરંતુ કામગીરી શરૂ થયા પછી ડિઝાઇનની મંજૂરી ન હોવાથી કામગીરી અટકાવી દેવાઈ હતી. હવે સૂચના ન મળે ત્યાં સુધી કામગીરી અટકાવી રાખવાની સૂચના છે.

ભૂકંપના 16 વર્ષ વિત્યા હોવા છતા સ્મારક ન બનતા કેટલાક નાગરિકોએ લોકફાળો લેવાનું શરૂ કર્યું હતું, ત્યારે આજે આ સ્મારક બનાવીને વિદ્યાર્થીઓને યાદ કર્યા હતા. તે સાથે જ પુષ્પાંજલિ આપવામાં આવી હતી. કોઈએ કોઈને બોલાવ્યા ન હતા તેમ છતાં હજારો લોકો સ્મારકની જગ્યાએ આવી પહોંચ્યા હતાં. પોલીસ પરિવારે ખાસ પરેડ સાથે સલામી આપીને પુષ્પાંજલિ આપી હતી. આ સમયે પણ સ્મારક ન બનવા માટેની ઇચ્છા શક્તિ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ તે બાદ સ્મારક માટે કામગીરી આદરી હતી. જે ફરી અટકી ગઈ છે.

કચ્છ ભલે વિકસિત જિલ્લો બન્યો હોય, પરંતુ તેના મૂળમાં ભૂકંપ દિવંગતોની આહુતી અને આજે પણ વિકલાંગ જીવન જીવનારા લોકોનું દુઃખ વિકાસના પાયામાં છે. આ તમામ દુઃખને ભુલાવી ન શકાય પણ દિવ્યાંગોને સાચી શ્રદ્ધાંજલિ આપી શકાય. તેમજ વિકલાંગોને ટેકો મળી રહે અને જીવનમાં પોતાના સ્વજનોને યાદ કરીને આંસુ વહાવી લેનારા પરિવારજનોને સ્મારકો સાથે જોડીને જરૂર સદિયારો આપી શકાય તેમ છે. તેમજ સરકારે જેટલું આપ્યું છે ,જે કર્યું છે અને જે કરી રહી છે. તેમાં આવા પ્રશ્નો ઉકેલાય તો સોનામાં સુગંધ ભળે.

ABOUT THE AUTHOR

...view details