કચ્છ: છેલ્લા ચોવીસ કલાકમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. કુલ 69 શંકાસ્પદ કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અત્યાર સુધી જિલ્લામાં કુલ 106 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 24 એક્ટીવ કેસ છે.
ભુજમાં વધુ 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ સંખ્યા 106 પર પહોંચી - કચ્છમાં કુલ 106 પોઝિટિવ કેસ
કચ્છમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. કુલ 69 શંકાસ્પદ કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અત્યાર સુધી જિલ્લામાં કુલ 106 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 24 એક્ટીવ કેસ છે.
ભુજના માધાપર ગામના નવાવાસમાં આવેલા પદુવાડી વિસ્તારમાં એક 52 વર્ષિય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગે દર્દીને સારવાર માટે ખસેડયા છે.જયારે આસપાસના 25 ઘરોમાં સર્વે કરવામાં આવ્યુ છે. અને સંપર્કમાં આવેલા લોકોને કવોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વૈશ્વિક મહામારી જાહેર થયેલા નોવેલ કોરોના વાઇરસ અંતર્ગત કચ્છમાં જિલ્લા મેજીસ્ટ્રેટ, કલેક્ટર અને આપત્તિવ્યવસ્થાપન શાખા દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ કુલ 8 કન્ટેન્મેન્ટ ઝોનમાં 896 લોકોનો સર્વે કરાયો હતો. કચ્છ જિલ્લામાં અન્ય જિલ્લા કે રાજયમાંથી આવેલા 1,300 જેટલા લોકો સંસ્થાકીય કોરોન્ટાઇન હેઠળ છે.
હાલમાં 7,417 લોકોને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે પોઝિટિવ દર્દી સાથે સંપર્કમાં આવેલા અત્યાર સુધી કુલ 415 લોકોને સંસ્થાકીય કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી 782 વ્યકિતઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાની વિવિધ કોવીડ હોસ્પિટલમાં હાલ 24 દર્દી એડમીટ છે અને અત્યાર સુધીમાં કુલ 261 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.