- ભુજમાં બે દિવસ અગાઉ થયેલી ચોરીના આરોપીઓ ઝડપાયા
- પોલીસે ચોરીનો માલ કબ્જે કરી આરોપીઓની અટકાયત કરી
- દંપતિ અને કિશોર સહિત ત્રણની અટકાયત કરાઈ
કચ્છઃ જિલ્લાના ભુજના સ્ટેશન રોડ પર આવેલા કોંગ્રેસ કાર્યાલયની પાછળ આવેલા કાપડના વેપારીઓની દુકાનમાંથી બે દિવસ અગાઉ થયેલી ચોરીનો ભેદ શહેરની A ડિવિઝન પોલીસે ઉકેલ્યો હતો. આ ચોરીમાં સામેલ દંપતિ તથા એક કિશોર પાસેથી ચોરાયેલો માલ કબ્જે કરી અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃવિસનગરના દેણપમાં શાળામાં ચોરી, પોલીસે કરી ધરપકડ
25 હજારના કપડાની ચોરી થઈ હોવાની ફરિયાદ
બે દિવસ અગાઉ ભુજના સ્ટેશન રોડ પર આવેલી કાપડની દુકાન મંગલા હેન્ડીક્રાફ્ટના સ્ટોર રૂમમાંથી 25 હજારના કપડાની ચોરી થઈ ગઈ હતી. દુકાન માલિક દ્વારા શહેરના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.