ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છ સરહદેથી પાકિસ્તાન રહેતી પ્રેમિકા પાસે જવાની પેરવી કરનારા હિન્દુસ્તાની પ્રેમીની કહાની... - young Hindustani lover who persuaded his girlfriend living in Pakistan

મહારાષ્ટ્રના ઉસ્માનાબાદથી બાઈક પર નિકળીને કચ્છના રણમાર્ગે પોતાની પાકિસ્તાની પ્રેમિકાને મળવા નિકળેલા યુવાનને BSFએ પકડી પાડયો હતો. સમગ્ર ઘટના બાદ ઉસ્માનાબાદ પોલીસની એક ટીમ કચ્છ આવી રહી છે. બીજી તરફ આ યુવાનને સ્થાનિક પોલીસને સોંપી દેવાયો છે.

કચ્છ સરહદેથી પાકિસ્તાન રહેતી પ્રેમિકા પાસે જવાની પેરવી કરનાર હિન્દુસ્તાની આશીક યુવાનને કહાણી
કચ્છ સરહદેથી પાકિસ્તાન રહેતી પ્રેમિકા પાસે જવાની પેરવી કરનાર હિન્દુસ્તાની આશીક યુવાનને કહાણી

By

Published : Jul 17, 2020, 10:27 PM IST

કચ્છઃ બોલીવુડની ફિલ્મની જેમ હિરો પોતાની હિરોઈન માટ સરહદ ઓળંગી જાય છે તે રીતે જ મહારાષ્ટ્રના ઉસ્માના બાદનો મેકેનિકલ એન્જિયનીયરિગ કરી રહેલો યુવાન સિદ્ધીક મોહમદ જિસાન મોહમદ સલીમુદ્દીન સિદ્દીકી કચ્છના દુર્ગણ રણની સરહદ પરથી BSFએ ઝડપી પાડયો હતો, પ્રાથમિક પુછપરછમાં આ યુવાને પોતાની પાકિસ્તામાં રહેતી પ્રેમિકાને મળવા જઈ રહ્યાનું જણાવ્યું હતુ. તેની પાસેથી ખાવાની પીવાનો સામાન મળી આવ્યો હતો.

કચ્છ સરહદેથી પાકિસ્તાન રહેતી પ્રેમિકા પાસે જવાની પેરવી કરનાર હિન્દુસ્તાની આશીક યુવાનને કહાણી

11 જુલાઈના ઉસ્માનાબાદથી આ યુવાન લાપતા થયો હતો. તેના મોબાઈલ નંબરના આઘારે તે કચ્ચના ધોળાવીરા પંંથકમાં હોવાનું સ્પષ્ટ થતાં મહારાષ્ટ્ર પોલીસે કચ્છ પોલીસને જાણ કરી હતી. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરતા કચ્છના ખડીરના રણમાં કાદવમાં ફસાયેલું બાઈક મળી આવ્યુ હતુ. મહારાષ્ટ્ર પાર્સિંગનું આ બાઈક આ જ યુવાનનું હતું. બાઈક પાસેથી રણ તરફ જતા પગલા જોવા મળ્યા હતા. જેને પગલે બીએસએફ સર્તક થયુ હતું.

પ્રેમી મોહમ્મદ

સોશિયલ મિડિયાના માધ્યમથી આ યુવાન પાકિસ્તાનની યુવતી સાથે સંપર્કમાં હોવાનું સ્પષ્ટ થતા હનિટ્રેપની શકયતા પણ જોવાતી હતી. BSF દ્વારા પ્રાથમિક પુછપરછ બાદ આ યુવાનને સ્થાનિક પોલીસે સુપ્રત કર્યો છે. પુર્વ કચ્છના એસપી પરીક્ષિતા રાઠોડે ઈટીવી ભારતને જણાવ્યુ કે, હાલે યુવાનની પુછપરછ ચાલી રહી છે. ઉસ્માનાબાદ પોલીસની એક ટીમ સ્થાનિક આવી રહી છે. વધુ વિગતો હવે પછી સ્પષ્ટ કરાશે.

પ્રેમી મોહમ્મદ

ABOUT THE AUTHOR

...view details