ગુજરાત

gujarat

ETV Bharat / state

ખાવડાના યુવાનની કૌશલ્યગાથાને કેન્દ્રીય ગ્રામ વિકાસ મંત્રાલયના પુસ્તકમાં સ્થાન: ગુજરાતમાંથી એકમાત્ર તાલીમાર્થી - skill story of Khawda's youth

કચ્છ જિલ્લામાં આવેલા ખાવડા ગામના યુવાનની કૌશલ્યગાથાને કેન્દ્રીય ગ્રામ વિકાસ મંત્રાલયના પુસ્તકમાં સ્થાન પ્રાપ્ત થયું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી આ યુવાન એકમાત્ર તાલીમાર્થી છે.

કેન્દ્રીય ગ્રામ વિકાસ મંત્રાલય
કેન્દ્રીય ગ્રામ વિકાસ મંત્રાલય

By

Published : Oct 6, 2020, 10:51 PM IST

કચ્છઃ જિલ્લાના સરહદી પંથક ખાવડાના યુવાનની નર્સિંગ મદદનીશ અંગેની કૌશલ્યગાથા કેન્દ્રીય ગ્રામ વિકાસ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી વિકાસ પુસ્તિકામાં સ્થાન મળતા સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. ભુજ અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ દ્વારા 6 માસની જનરલ ડ્યુટી આસિસ્ટન્ટની તાલીમ પ્રાપ્ત કરનારા ખાવડાના અને હાલે મુન્દ્રા એલાયન્સ કોવિડ 19માં નર્સિંગ મદદનીશ તરીકે ફરજ બજાવતા મુરાભાઈ ધુવાને પ્રમાણપત્ર મળે તે પહેલા જ નોકરી પ્રાપ્ત થતા તેમને સંજોગો અને તાલીમ તથા નોકરીનું વર્ણન કરતી બાબતોથી પ્રભાવિત થઇને પુસ્તિકા 'કૌશલ સે કલ બદલેગા'માં પ્રસિદ્ધ પામી છે.

ભારત સરકારના ગ્રામ વિકાસ મંત્રાલય મારફતે સમગ્ર દેશના વિભિન્ન સંસ્થાઓમાંથી સ્કિલ ડેવલોપમેન્ટનાં તાલીમાર્થી એવા લાભાર્થીને રોજગારી પ્રાપ્ત થઇ હોવાથી તેમની પાસેથી સફળયાત્રા અંગે વિગતો માંગતા ભુજ અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ દ્વારા 3 લાભાર્થીની માહિતી મોકલવામાં આવી હતી. જે પૈકી ખાવડાના યુવાનની વિગતને સ્થાન પ્રાપ્ત થયું છે.

ભુજ સ્થાનિક અદાણી સ્કિલ ડેવલોમેન્ટના મેનેજર સાગર કોટકના જણાવ્યા અનુસાર ધુવાની તબીબી ક્ષેત્રમાં નોકરી કરવા અંંગે માતાના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે સંવેદનશીલ વાત રજૂ કરતા તેમની પસંદગી કરવામાં આવી છે. મુરાભાઈ ધુવા ઉપરાંત ઢોરીના કાનજીભાઈ ફફલ, બિદડાના વિપુલ સંજોટની વિગતો મોકલવામાં આવી હતી. આ બુકમાં સમગ્ર દેશમાંથી આવેલી કુલ 28 સ્ટોરી કવર કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details