ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થતાં ઉત્તરના વાયરા પણ ઠંડાગાર થઇને વાઈ રહ્યા છે. તેમજ સવારથી જ ટાઢોડાનાં અણસાર મળી ગયા હતા. હવામાને વિભાગે કચ્છમાં ફરી એકવાર લઘુતમ પારો 3 ડિગ્રી સુધી ગગડે તેવી આગાહી કરી હતી. મકરસંક્રાંતિને હવે ગણતરીના દિવસો જ બાકી હોવાથી પવનમાં અને ઠંડીમાં હજુ પણ વધારો થશે. તેમ જાણકાર વર્તુળો જણાવી રહ્યા છે.
કચ્છમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ, જનજીવન ફરી અસ્તવ્યસ્ત - kutch latest news
કચ્છ: બે દિવસની રાહત બાદ ફરી જનજીવન કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યું છે. ઠંડીએ તીવ્ર અસર બતાવી દેતાં જનજીવન પર તેની અસર શરૂ થઈ ગઈ છે. આ ટાઢ હવે વધુ વેધક બને તેવી આગાહી ગ્રામ્ય જીવનના અનુભવીઓ કહી રહ્યા છે. સમગ્ર કચ્છમાં કાતિલ ઠંડા પવનો થકી શહેરો અને ગામડાઓ ઠંડાગાર થઇ ગયા હતા.

કચ્છમાં ઠંડી
કચ્છમાં ઠંડીનો બીજા રાઉન્ડ શરૂ, જનજીવન ફરી અસ્તવ્યસ્ત
ઠંડીનો વર્તારો આવો ને આવો જ રહ્યો તો આવનારા દિવસોમાં ઠંડી પોતાના ભૂતકાળના તમામ રેકર્ડ તોડી નાખે તો પણ નવાઇ નહીં. કાતિલ અને ડંખીલા ઠારે જન-જીવનને અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે. તેમજ ચોપગા પશુઓ પણ ઠંડીમાં થર-થર ધ્રૂજી રહ્યા છે.