- કચ્છ જિલ્લામાં પોસ્ટ ઓફિસ દ્વારા ગંગાજળનું વેચાણ શરૂ કરાયું
- છેલ્લાં બે વર્ષથી કોરોનાના કારણે બંધ હતું વેચાણ
- શ્રાવણ માસ સહિતના તહેવારોને ધ્યામાં રાખીને ફરીવાર વેચાણ શરૂ કરાયું
કચ્છ:કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી ગંગાજળ(Gangajal)નું વેચાણ બંધ હતું, પરંતુ હવે ફરી પાછું શરૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઇ રહ્યો છે, ત્યારે લોકો શિવલિંગ પર પંચાંગ સહિતની ધાર્મિક પૂજા કરતા હોય છે, માટે પોસ્ટ વિભાગ દ્વારા ગંગાજળનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે તથા આજ સમયગાળામાં સાતમ-આઠમનો પણ તહેવાર આવશે, તેમાં પણ લોકો અનુષ્ઠાન કરતા હોય છે.
આ પણ વાંચો- શું તમે જાણો છો ? વલસાડ પોસ્ટ ઓફિસમાં પણ મળે છે ગંગાજળ
સ્થાનિક લોકોને સરળતાથી ગંગાજળ મળી રહે તે માટે શરૂ કરાયું વેચાણ
આ ઉપરાંત આગામી સમયમાં ગણેશોત્સવ, નવરાત્રી, દિવાળી સહિતના પણ અન્ય તહેવારો આવશે, માટે આ તમામ તહેવારોમાં લોકો પૂજા-પાઠ તેમજ અનુષ્ઠાન કરતાં હોય છે. જેમાં લોકો ગંગાજળ(Gangajal)નો ઉપયોગ કરતા હોય છે અને સ્થાનિક લોકોને સરળતાથી ગંગાજળ મળી રહે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા ગંગાજળનું વેચાણ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે.