કચ્છઃ સરહદી કચ્છ જિલ્લામાં અનલોક-1 સાથે સમગ્ર જિલ્લો ધમધમી રહ્યો છે બે દિવસથી એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા ન હતો. આ વચ્ચે શુક્રવારે છેલ્લા 24 કલાકમાં 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી કુલ 113 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલમાં 23 કેસ એક્ટીવ છે.
સતાવાર વિગતો મુજબ 4 પોઝિટિવ કેસ પૈકી ભુજ BSFના ત્રણ જવાન અને ભચાઉ તાલુકા વાઢિયા ગામના વૃદ્ધનો પણ સમાવેશ થાય છે. તમામ દર્દીઓને સારવાર માટે ખસેડાયા છે. BSFના તમામ જવાનો રજા પર હતા અને થોડા દિવસો પહેલા જ નોકરી પર હાજર થયા હતા. નિયમો મુજબ આ તમામ જવાનોને ક્વોરેન્ટાઈન રખાયા હતા. જેમાં આ 3 જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
કોરોના વાઇરસ કોવિડ-19માં કચ્છ જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર અને આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ હાલમાં કુલ 9 કન્ટેન્મેન્ટ ઝોનમાં 670 લોકોનો સર્વે કરાયો હતો. છેલ્લા 24 કલાકમાં કુલ 87 શંકાસ્પદ કેસોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા.
ભુજમાં BSFના 3 જવાનો કોરોના સંક્રમિત, જિલ્લામાં કુલ એક્ટીવ કેસની સંખ્યા 23 - Kutch Carona News
અનલોક-1 જાહેર થતા સમગ્ર કચ્છ જિલ્લો ધમધમી રહ્યો છે. ત્યારે બે દિવસથી એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા ન હતા. શુક્રવારે છેલ્લા 24 કલાકમાં 4 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ 113 કેસ થયા છે. જેમાંથી હાલમાં 23 કેસ એક્ટીવ છે.
કચ્છ જિલ્લામાં અન્ય જિલ્લા કે રાજયમાંથી આવેલા લોકોની ક્વોરેન્ટાઇન અંગેની વિગતોમાં હાલમાં 1309 જેટલા લોકો ક્વોરેન્ટાઇન હેઠળ છે. હાલમાં 8066 લોકોને હોમ ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવેલા છે. જયારે પોઝિટિવ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોની ક્વોરેન્ટાઇન અંગેની વિગતોમાં અત્યાર સુધી કુલ 415 લોકોને સંસ્થાકીય ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવેલા છે. અત્યાર સુધી 782 વ્યકિતઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
કચ્છ જિલ્લાની વિવિધ કોવિડ હોસ્પિટલમાં હાલ 23 દર્દી એડમિટ છે અને અત્યાર સુધીમાં કુલ 279 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. ભુજ હોસ્પિટમલમાંથી બે BSF જવાન અને અંજારના એક દર્દીને રજા આપવામાં આવી છે.