કચ્છઃ માંડવી અને આસપાસમાં નોંધાયેલા વરસાદના કારણે કચ્છમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ટીમ બુધવારે માંડવી પહોંચી હતી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જ્યાં ટીમના ઈન્સપેક્ટરે જણાવ્યું કે, NDRF દરેક મુશ્કેલીને પહોંચી વળવા માટે સજ્જ છે.
કચ્છ પહોંચેલી NDRF ટીમ કોરોના કન્ટેન્મેન્ટ ઝોનમાં પણ મદદ આપશે - કચ્છના તાજા સમાચાર
કચ્છમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે માંડવી અને આસપાસમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જેથી કચ્છમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ટીમ બુધવારે માંડવી પહોંચી હતી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

કચ્છ પહોંચેલી NDRF ટીમ કોરોના કન્ટેન્મેન્ટ ઝોનમાં પણ મદદ આપશે
કચ્છ પહોંચેલી NDRF ટીમ કોરોના કન્ટેન્મેન્ટ ઝોનમાં પણ મદદ આપશે
માંડવી પહોંચેલી NDRFની ટીમના ઇન્સ્પેક્ટર પુષ્પાકાન્ત ત્રિપાઠીએ ETV BHARATને જણાવ્યું હતું કે, બુધવારે માંડવી તાલુકા મામલતદાર સ્ટાફ સાથે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી છે. ખાસ કરીને કોરોના મહામારી હોવાથી ટીમે પોતાની સુરક્ષા અને સાવચેતી માટે ખાસ વ્યવસ્થા રાખી છે. આ ઉપરાંત કન્ટેન્મેન્ટ ઝોનમાં પણ જરૂર પડશે તો NDRF મદદ પહોંચાડશે.
Last Updated : Jul 9, 2020, 1:49 AM IST