ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં નર્મદાનું પાણી પહોંચાડનાર મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ - gujaratinews

કચ્છ:  જિલ્લામાં મેઘરાજાની ચાતક નજરે રાહ જોઈ રહેલા કચ્છીજનો માટે દુકાળમાં અધિક માસનો તાલ સર્જાયો છે. કચ્છના નર્મદાનું પાણી પહોંચાડતી મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ પડવાને કારણે જિલ્લાને ત્રણ દિવસનો પાણી કાપ આવ્યો છે. જેને પગલે લોકોમાં ભારે પરેશાનીની સ્થિતી જોવા મળી રહી છે.

Water

By

Published : Jun 20, 2019, 1:33 PM IST

મળેલી વિગતો મુજબ માળિયાથી કચ્છ આવતી નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભચાઉ અને સામખિયાળી વચ્ચે મોટું ભંગાણ પડ્યું છે. મોટી પાઇપલાઇન 1.8 મીટરની ત્રિજ્યાવાળી છે. જેમાં દરરોજ 230 MLD પાણી પુરવઠો કચ્છને પૂરો પાડવામાં આવે છે. આ ભંગાણ રિપેર કરતાં અંદાજિત ત્રણેક દિવસનો સમય જશે અને ત્યારબાદ ફરી લાઈનને ભરવામાં 24 કલાકથી વધુ સમય જશે. જેેને લઈને ત્રણ દિવસ સુધી પાણી કચ્છ નહી પહોંચે. જોકે અગાઉના સંગ્રહિત પાણીમાંથી વિતરણ કરાશે તો પણ ત્રણ દિવસ સુધી કચ્છને પાણી નહી મળે. તેથી તંત્રએ આ સ્થિતીમાં કચ્છની પ્રજા પાણીનો બચાવ કરી વપરાશ કરે તેવી અપીલ કરી છે.

કચ્છમાં નર્મદાનું પાણી પહોંચાડનાર મુખ્ય પાઈપલાઈનમાં પડ્યું ભંગાણ

મુખ્ય પાણીની પાઇપલાઇનનું ભંગાણ સાંધીને જેટલું પાણી હતું તે ખાલી કરીને તજજ્ઞો, ટેક્નિકલ સ્ટાફ આ લાઇન રિપેરિંગ વેલ્ડિંગના કામમાં જોડાયો છે. કચ્છની જીવાદોરી સમાન આ પાઇપલાઇન પ્રથમ વખત તૂટી હોવાથી પાણીને લઇ સમસ્યા ઊભી થઇ છે. આ બનાવને પગલે ગામ તેમજ નગરમાં બોર આધારિત પાણી વ્યવસ્થા નથી તેમને મોટી સમસ્યાનો સામનો કરવો પડશે. જોકે તંત્ર યુદ્ધના ધોરણે કામે લાગી ચુક્યું છે.

ABOUT THE AUTHOR

...view details