કચ્છ જિલ્લામાં આ વર્ષે મેઘરાજાએ મહેર કરતા અનેક વિસ્તારો જેવા કે, તળાવ, ડેમ અને રણ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે વાગડના ફતેગઢ મોઆણાના રણમાં પાણી ભરપૂર માત્રામાં છે. ત્યારે આ રણમાં અસંખ્ય પ્રમાણમાં ફલેમિંગો, પેલેકીન, જળ કુકડી, બતક, ઈઝરાયેલ બગલા, અને સાયબરીયન બતક સહિતના દસથી બાર જાતના પક્ષીઓ જોવા મળે છે.
મનમોહક...! કચ્છના સહેલાણી બનેલા યાયાવર પક્ષીઓનો આહ્લાદક નજારો - કચ્છમાં યાયાવર પક્ષીજગતનો અદભુત નજારો
કચ્છ: શહેરમાં સારા વરસાદને પગલે લાખોની સંખ્યામાં યાયાવર પક્ષીઓએ વિવિધ જગ્યાએ ડેરા તંબુ તાણ્યા છે. ત્યારે કચ્છમાં એક સૌથી વધુ પક્ષી સાઈટ છે. જ્યાં હાલ પક્ષી પ્રેમીઓ માટે અદભુત નજારો જોવા મળી રહ્યો છે. રાપર તાલુકાના ફતેહગઢ મૌઆણાનાં રણમાં 'પક્ષીનગર' રચાયુ છે.
કચ્છમાં શિયાળો ગાળવા માટે આવતા યાયાવર પક્ષીઓનો પડાવ અનેક તળાવમાં જોવા મળે છે. આ વરસે શિરાંનીવાંઢ અને ગાંગટા બેટ, કુડા રણ સહિતના વિસ્તારમાં પાણી ન હોવાથી યાયાવર પક્ષીઓને તળાવ, ડેમ અને કેનાલની આજુબાજુના પાણીમાં પડાવ નાખવો પડયો છે. એક માસ અગાઉ શિરાંનીવાંઢના રણમાં ફલેમિંગો જોવા મળતા હતા.
પરંતુ અત્યારે પાણી ન હોવાથી આ રણ સુમસામ બની ગયું છે. અત્યારે ફતેગઢ પાસે નર્મદા કેનાલની નજીકના પાણીમાં ફલેમિંગો જોવા મળી રહયા છે. બીજી તરફ રવેચી મંદિર નજીકના રવ ગામે આવેલ તળાવમાં યાયાવર કુંજ પક્ષીએ પડાવ નાખ્યો છે. આ પક્ષીના કલરવથી વાતાવરણ આનંદીત બની ગયું છે.