ગુજરાત

gujarat

સાંતલપુરના રણમાં વન અભ્યારણ અને આઈલેન્ડને નષ્ટ કરવાનો ભૂમાફિયાઓનો કારસો

By

Published : Jun 19, 2021, 8:47 AM IST

Updated : Jun 19, 2021, 11:40 AM IST

પાટણ જિલ્લાના રણકાર કાંધીએ આવેલા સાંતલપુરના રણમાં ઘુડખર અભ્યારણ આવેલું છે. જેમાં અનેક આઇલેન્ડ આવેલા છે પરંતુ  માથાભારે તત્વો અગરિયાઓની આડમાં રણમાં આવેલા આઈલેન્ડ પર મનફાવે તે રીતે કબ્જો જમાવી આઇલેન્ડ અને ઘુડખર અભ્યારણને નષ્ટ કરવાનો કારસો રચી રહ્યા છે. આ મામલે પર્યાવરણ પ્રેમીઓએ જવાબદાર સત્તાધીશોને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

xxx
સાંતલપુરના રણમાં વન અભ્યારણ અને આઈલેન્ડને નષ્ટ કરવાનો ભૂમાફિયાઓનો કારસો

  • સાંતલપુરના રણમાં અગરિયાઓની આડમા ભૂમાફિયાઓ સિક્કો
  • વન્યજીવોના રક્ષિત કરાયેલા ઘુડખર અભ્યારણમાં ભૂમાફિયાઓનો પગ પેસારો
  • ભૂમાફિયાઓ એ રક્ષિત અભ્યારણમાં મીઠા પકવવાના ગેર કાયદેસર અગરો ઊભા કર્યા



પાટણ: જિલ્લાના સાંતલપુર તાલુકામાં કચ્છનું નાનું રણ આવેલું છે. સરકાર દ્વારા વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ હેઠળ 1972થી કેટલાક ફળદ્રુપ વિસ્તારને વન્યજીવો માટે ઘુડખર અભયારણ્ય જાહેર કરી રક્ષિત કર્યો છે. આ અભયારણ્યમાં કેટલાંક આઇલેન્ડ પણ આવેલા છે. જેમાં મોટી સંખ્યામાં ઘુડખર, રણદોકડી, સાંઢો, શિયાળ,ઝરખ જેવા અનેક વન્યપ્રાણીઓ વસવાટ કરે છે.આ સ્થળે બનાસ,સરસ્વતી અને રૂપેણ નદીના પાણીનો પ્રવાહ વહેતો હોઈ જમીન ખૂબ જ ફળદ્રુપ છે. પરંતુ આ પાણીના કુદરતી પ્રવાહને ડાઈવર્ટ કરી આ જમીન પર કેટલાક ભૂમાફિયાઓએ પોતાનો કબજો જમાવ્યો છે.

સાંતલપુરના રણમાં વન અભ્યારણ અને આઈલેન્ડને નષ્ટ કરવાનો ભૂમાફિયાઓનો કારસો

મીઠાની ખેતી

આ વિસ્તાર ઘુડખર અભ્યારણને કારણે પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં આવા ભૂમાફિયાઓ બેરોકટોક અને કોઈપણ જાતના ભય વગર આ ફળદ્રુપ જમીન ઉપર ટ્રેકટર વડે જમીનનું ખેડાણ કરી આજુબાજુ પાળા બનાવી પોતાની જમીન હોવાનો સિક્કો જમાવી રહ્યા છે અને આ જમીન ઉપર ગેરકાયદેસર અગરો બનાવી મીઠું પકવવાની કામગીરી કરી રહ્યા છે. એક અંદાજ મુજબ આ અભ્યારણમાં દસ હજાર હેક્ટર જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા સફેદ મીઠાનો કાળો કારોબાર બિન્દાસપણે કરવામાં આવે છે.

આ પણ વાંચો : અમદાવાદની સાબરમતી નદી અને બે તળાવમાં મળ્યો કોરોના વાયરસ, જાણો કઈ રીતે કરાયું રીસર્ચ

જવાબદાર અધિકારીઓ મૌન

અગરિયાઓ દ્વારા અભ્યારણમાં મીઠાના અગરો બનાવી તેમાં મોટા મોટા ખાડા અને પાણીના બોર બનાવતા આ ખાડામાં પડવાથી વન્યજીવો મૃત્યુ પણ પામે છે તો કેટલાક પ્રાણીઓ આવા ખાડામાં પડી ઘાયલ પણ થાય છે. તાજેતરમાં જ ઘુડખર અભ્યારણમાંથી કેટલાક ઘુડખરોના મૃતદેહ મળી આવ્યા હતા. અભ્યારણના કર્મચારીઓની કામગીરી પણ શંકાના દાયરામાં આવે છે. કારણકે અભ્યારણમાં ગેરકાયદેસર રીતે બનાવેલ આ અગરો સરકારી ચોપડે બોલતી નથી. જેથી કોઈપણ પ્રકારના ટેક્સ ડયુટી કે જીએસટી પણ લાગુ પડતી નથી તેથી રાજકીયઓથા ધરાવતા માથાભારે તત્વો આ જમીન પોતાની છે તેમ કહી મોટી રકમ લઇ બારોબાર મીઠું પકવવા આપી દે છે.

ખોરાકનો નાશ

અભ્યારણમાં ઘુડખરમાટે નો મુખ્ય ખોરાક લાખણી વનસ્પતિ છે જે ની ખાસિયત એ છે કે તેમાં 90 ટકા પાણી હોય છે. જેનાથી જેથી આ વનસ્પતિ આરોગી ઘુડખર રણમાં પણ જીવી શકે છે પરંતુ આ કુદરતી સંપત્તિનો પણ ભૂમાફિયાઓ દ્વારા નાશ કરવામાં આવી રહ્યો છે અને દિવસ-રાત ટ્રાન્સપોર્ટેશન માટે વાહનોની અવરજવરને કારણે અભ્યારણ ને પ્રદૂષણ સહિત મોટું નુકસાન થઈ રહ્યું છે. ફળદ્રુપ આઈલેન્ડ અને જમીન પર મીઠાના મોટા મોટા ઢગ ખડકવામાં આવ્યા છે અને વાહનોની અવરજવર માટે આઈલેન્ડ વચ્ચેથી રસ્તો પણ નીકાળવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ડીસામાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો Elevated bridge શરૂ : વર્ષોની ટ્રાફિક સમસ્યા થશે દૂર

મીઠું પકવતા 300 અગરિયાઓ સરકારી ચોપડે નોંધાયેલા છે

સાંતલપુરના રણમાં પરંપરાગત રીતે મીઠું પકવતા અંદાજે 300 જેટલા અગરિયાઓ સરકારી ચોપડે નોંધાયેલા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે પરંતુ હાલમાં આ રણમાં 600 નવા યુનિટો આ વર્ષે બન્યા છે અને બીજા 200 યુનિટનું કામ રાતદિવસ બેરોકટોક પણે ચાલી રહ્યું છે ત્યારે સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો ભૂમાફિયાઓનું મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. રાજ્ય સરકાર દ્વારા વન્યજીવોના રક્ષણ માટે ઘુડખર અભ્યારણમાં લાખો રૂપિયાના ખર્ચે નવા આઇલેન્ડ બનાવવામાં આવી રહ્યા છે પરંતુ જે આઇલેન્ડ ઓ કુદરતી રીતેજ હર્યા ભર્યા છે તેને બચાવવા માટે કોઈ જ કાળજી લેવામાં આવતી નથી. આવા આઇલેન્ડ નષ્ટ કરી રહેલા માથાભારે તત્વો સામે સરકાર દ્વારા કડક પગલાં લઇ દાખલારૂપ સજા કરવી જોઈએ.

સરકાર નહીં જાગે તો અભ્યારણનો નાશ થશે

સાંતલપુર તાલુકામાં આવેલા વિશાળ રણને ખેદાનમેદાન કરી તેમાં વન્યજીવોના સરક્ષણ માટે બનાવેલ અભ્યારણને પણ માથાભારે તત્વો દ્વારા નષ્ટ કરવામાં આવી રહ્યું છે.વન અભ્યારણએ પ્રતિબંધિત વિસ્તાર છે જ્યાં કોઈપણ માણસ પરવાનગી વગર જઈ શકતું નથી. જ્યારે અહીંયા આખેઆખા અભ્યારણનું નામોનિશાન મિટાવવાની પેરવી કરવામાં આવી રહી છે.ત્યારે ગુજરાતની સંવેદનશીલ સરકાર વન્યજીવો માટે સંવેદના દાખવશે.

Last Updated : Jun 19, 2021, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details