ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના લખપત અને જખૌ દરિયાઈ પટ્ટી સુધી વાવાઝોડું આવીને પડશે શાંત - gujaratinews

કચ્છ : અરબી સમુદ્રમાં ઉદ્દભવેલું વાયુ વાવાઝોડું હવે ધીમું પડીને હવાના હળવા દબાણમાં ફેરવાઈ રહ્યું છે. ત્યારે પળે-પળે વાયુ વાવાઝોડાની તીવ્રતા, ભેજ અને ડિપ્રેશનમાં ફેરફાર થઈ રહ્યો છે. તેને જોતા કચ્છના લખપત અને જખૌ દરિયાઈ પટ્ટી સુધી આવીને આ વાવાઝોડું શમી જાય તેવી શક્યતા સેવાઈ રહી છે. આજ સવારથી કચ્છના દરિયાઈ પટ્ટીમાં પવન સાથે વરસાદ છે, પણ તીવ્રતા ઓછી છે. વાયુ વાવાઝોડાને લઈને કચ્છનું તંત્ર સર્તક છે.

કચ્છના લખપત અને જખૌ દરિયાઈ પટ્ટી સુધી આવીને વાવાઝોડું સમી જવાની સેવાઈ શક્યતા

By

Published : Jun 17, 2019, 1:04 PM IST

Updated : Jun 17, 2019, 1:10 PM IST

હવામાન વિભાગની જાણકારી મુજબ વાયુ વાવાઝોડું હાલ સક્રિય છે, પણ તે નબળું પડી રહ્યું છે. સોમાવારની સાંજ સુધીમાં તે કચ્છના જખૌ અને લખપત પટ્ટી વચ્ચે ટકરાય તેવી શક્યતા છે. જેને લઈને પોર્ટ પર બે નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. સાથે જ બંદરો સંતકર્તા સાથે ધમધમી રહ્યાં છે. સાંજ સુધીમાં પવન સાથે વરસાદ, ભારે વરસાદ અને કોઈક જગ્યા પર ભારે વરસાદની શક્યતા જણાવાઈ રહી છે, જેને પગલે કચ્છમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

કચ્છના લખપત અને જખૌ દરિયાઈ પટ્ટી સુધી આવીને વાવાઝોડું સમી જવાની સેવાઈ શક્યતા

કચ્છ વહીવટી તંત્રએ પાંચ NDRF અને બે BSFની ટીમોને સ્ટેન્ડ ટુ રાખી છે. સ્થળાંતરણ, રેસ્કયું અને બચાવ રાહતની પણ તૈયારી કરી રાખી છે. ખાસ કરીને વર્ષ 1998માં જે રીતે પુર્વીય દિશામાં ફંટાઈ આવેલા વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. તેવી જ સ્થિતી હાલ જાણકારો જોઈ રહ્યા હોવાથી તંત્ર ખાસ સચેત છે અને તમામ પાસાઓ, દિશાઓ અને જરૂરિયાત પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

Last Updated : Jun 17, 2019, 1:10 PM IST

ABOUT THE AUTHOR

...view details