- કોરોના દર્દીઓની મદદ માટે કચ્છ રેલવે વિભાગ દ્વારા રેલવે હોસ્પિટલના દ્વારા ખોલવામાં આવ્યાં
- કચ્છ રેલવેના ARMએ કોવિડ વૉર્ડની મુલાકાત લીધી
- 3 મેના રોજ કચ્છમાં કુલ 187 પોઝિટિવ કેસ નોંધાયા
કચ્છઃ કોરોના મહામારીના સમયમાં દેશના વિવિધ સરકારી વિભાગ દ્વારા કોરોના દર્દીઓની સારવારમાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવી રહ્યુ છે. ત્યારે હાલ કોરોનાના આ સમયમાં કચ્છના રેલવે વિભાગ દ્વારા રેલવે હોસ્પિટલના દ્વાર આમ જનતા અને કોરોના દર્દી માટે ખુલા મૂકવામાં આવ્યાં છે.
વેસ્ટર્ન રેલવેના અધિકારી દ્વારા એક સરાહનીય કાર્ય
કચ્છ રેલવેના IRTS અધિકારી અદિશ પાઠનીયાએ કોરોના દર્દીની સાર સાંભળ લેવા કોવિડ વોર્ડની મુલાકાત લીધી હતી. કચ્છ રેલવેના ARM અદિશ પાઠનીયા રેલવેની હોસ્પિટલમાં PPE કીટ પહેરીને કોરોનાના રોગ માટે સારવાર લઈ રહેલા દર્દીની સારવાર કઈ રીતે થાય છે, તેનું જાત નિરીક્ષણ કર્યુ હતું અને દર્દીઓની માનિસક હિંમત વધારવાનું કામ કર્યું હતું. વેસ્ટર્ન રેલવેના અધિકારી દ્વારા એક સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યુ છે.
આ પણ વાંચોઃ કચ્છનું એક એવું સ્મશાન, જ્યાં મહિલાઓ કોરોનાગ્રસ્ત દર્દીઓની અંતિમવિધીમાં મદદ કરે છે