કચ્છ: શક્રવારે ભુજ ખાતે કોંગ્રેસ કાર્યાલયમાં વિરોધ પક્ષના નેતા હુંબલે પત્રકાર સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગત 25 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. આમ છતાં કચ્છની કેનાલના કામો અટકાવવા પાછળ કોંગ્રેસનો હાથ હોવાના નિવેદનો હું સાંભળું છું.
નર્મદાનું પાણી કચ્છમાં પહોંચાડવાની ઇચ્છા સરકારમાં નથી, કોંગ્રેસ જમીન સંપાદનની જવાબદારી સંભાળવા તૈયાર - bhuj latest news
કચ્છમાં નર્મદાના પાણીના મુદ્દે પૂર્વ રાજ્યપ્રધાન તારાચંદ છેડાના પત્ર વિવાદ વચ્ચે હવે કચ્છ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા વિ.કે હુંબલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે સરકારને આડે હાથ લેતા કહ્યું કે, કચ્છમાં નર્મદાનું પાણી પહોંચાડવાની ઈચ્છા સરકારમાં નથી.
ભાજપના મુખ્યપ્રધાન કેનાલના કામ માટે જમીનનો સંપાદન માટે ખેડૂતોને સહમત કરવાની જવાબદારી 8 મહિના અગાઉ પ્રધાન વાસણ આહિર અને માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહને સોંપી હતી, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે 8 મહિનામાં ખેડૂતો સાથે એક બેઠક પણ કરાઇ નથી. જો ખેડૂતોને યોગ્ય વળતર મળે તો ખેડૂતો જમીન આપવા પણ તૈયાર છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસની ઇચ્છાશક્તિથી જ આ યોજનાનો પાયો નાંખવામાં આવ્યો હતો. જો કે, પડકારો વચ્ચે 70 કામો કોંગ્રેસે પૂર્ણ કર્યા હતા અને કેનાલોના કામો 50 ટકા પૂર્ણ કર્યાં હતાં. કચ્છમાં નર્મદાનું પાણી પહોંચાડવા ભાજપ ઈચ્છતી હોય, તો કોંગ્રેસ જમીન સંપાદનની જવાબદારી સંભાળવા તૈયાર છે, પરંતુ એના માટે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવું પડશે.