કચ્છઃ જિલ્લામાં કોરોના મહામારીનો પ્રથમ કેસ આવેલા લખપત તાલુકાના આશાલડી ગામની 59 વર્ષિય મહિલાએ 36 દિવસની લડત બાદ કોરોના સામેનો જંગ જીત્યો છે. 28 એપ્રિલના રોજ મહિલા સ્વસ્થ થઈ જતા કચ્છના તબીબોએ અને તંત્રએ ખુશી સાથે આ દર્દીને વિદાય આપી હતી. તેમજ ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજીપો વ્યક્ત કરી આ મહિલા જોડે ફોન પર વાતચીત કરીને મહિલાને તેમજ તબીબોને અને તંત્રને અભિનંદન પાઠવ્યાં હતા.
કચ્છના પ્રથમ કોરોના દર્દી સ્વસ્થ થઇ જતા મુખ્યપ્રધાને ફોન કરી શુભેચ્છા પાઠવી - Congratulations to the Chief Minister
કચ્છ જિલ્લામાં કોરોના મહામારીનો પ્રથમ કેસ આવેલા લખપત તાલુકાના આશાલડી ગામની 59 વર્ષિય મહિલાએ 36 દિવસની લડત બાદ કોરોના સામેનો જંગ જીત્યો છે. 28 એપ્રિલના રોજ મહિલા સ્વસ્થ થઈ જતા કચ્છના તબીબોએ અને તંત્રએ ખુશી સાથે આ દર્દીને વિદાય આપી હતી. તેમજ ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજીપો વ્યક્ત કરી આ મહિલા જોડે ફોન પર વાતચીત કરીને મહિલાને તેમજ તબીબોને અને તંત્રને અભિનંદન પાઠવ્યાં હતા.
મુખ્યપ્રધાને ભૂજ સિવિલ હોસ્પિટલના ડૉ દિપ ઠકકરના મોબાઈલ પર ફોન કર્યો હતો અને આ મહિલા સાથે વાત કરી હતી. તબીબ આઈશોલેશન વોર્ડમાં પહોંચે ત્યા સુધી મુખ્યપ્રધાને કચ્છની સ્થિતિ જાણી લીધી હતી આ પછી સ્વસ્થ થયેલી મહિલા સાથે વાત કરી હતી. મુખ્યપ્રધાન રૂપાણીએ મહિલા સાથે કચ્છીમાં વાત કરી અભિનંદન અને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે ‘હાણે આંજી તબિયત જી ખ્યાલ રખજા’ બહેને પણ મુખ્યપ્રધાનનો આભાર માન્યો હતો. મુખ્યપ્રધાને કહ્યું કે ‘અરે, આભાર શેનો ? તમારી ચિંતા અમે નહીં કરીએ તો કોણ કરશે? ના..ના તમારે આભાર માનવાનો ના હોય. સાજા થઈ ગયા અમને ખૂબ આનંદ થયો છે. હવે તબિયત સાચવજો. અને કહ્યું કે લખપત આવીશ તો મળીશ તમને. મહિલા સાથે વાત કરતા અગાઉ રૂપાણીએ ફોન પર ડૉ.દિપ ઠક્કર જોડે વાત કરતાં સૌને ધન્યવાદ આપી પૂછ્યું હતું કે ‘કચ્છ હવે સંપૂર્ણ કોરોના મુક્ત ને?’ જવાબમાં ડૉક્ટરે કહ્યું કે હજુ એક દર્દી દાખલ છે જેનો એક રિપોર્ટ નેગેટીવ આવી ગયો છે. બીજો રિપોર્ટ નેગેટિવ આવશે એટેલ તે દર્દીને પણ રજા આપી દેવાશે.
મુખ્યપ્રધાને વધુમાં કહ્યું કે આ મહિલાને સાજા થતાં 36 દિવસ કેમ લાગી ગયાં તેમજ વેન્ટિલેટરની જરૂર તો નહોતી પડીને વગેરે અંગે પૃચ્છા કરી હતી. મહિલા દર્દી જોડે રૂપાણીએ વાતચીત કરી તે સમયે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પ્રેમકુમાર કન્નર, સિવિલ સર્જન ડૉ. કશ્યપ બુચ વગેરે તબીબો પણ હાજર હતા. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ પ્રેમકુમાર કન્ન્રરે જણાવ્યું હતું કે આ મહિલા દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે તેમને કોઈ જ લક્ષણો નહોતા. તેમના પિતા સાથે ઉમરાહથી પરત આવ્યા હોવાથી અને પતિને તાવ હોવાથી તેમના સેમ્પલ લેવાયા હતા. પતિનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો, જયારે મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. 36 દિવસની સારવારામાં 16 સેમ્પલ ેલવાયા હતા, જેમાંથી બે રિપોર્ટ નેગેટીવ આવતા તેમને રજા અપાઈ છે.