કચ્છ જિલ્લામાં ખેડૂતો કમોસમી વરસાદમાં થયેલા નુકસાન લઈ ચિંતા છે. કારણે કે, તંત્ર દ્વારા હજુ સુધી જિલ્લાના 121 ગામમાંથી માત્ર 47 ગામોનો સર્વે કરવામાં આવ્યો છે. તંત્ર અત્યંત મંદ ગતિએ કામ કરી રહી છે. ખેડૂતોને માથે રવિ સિઝન આવીને ઉભી છે. પરંતુ પાકની વાવણી માટે તેમની પાસે પૈસા નથી.
કચ્છમાં કમોસમી વરસાદથી નુકસાન, ખેડૂતોની અતિવૃષ્ટિ જાહેર કરવાની માગ - farmers of Kachchh demand for a fair return against the damages cultivated
કચ્છ: કમોસમી વરસાદના કારણે 30 હજાર હેક્ટર જમીનમાં નુકસાન થયું છે. જેથી જિલ્લાના જગતના તાતને નુકસાન થયું હતું. તંત્ર દ્વારા સર્વે કામગીરી ગોકળગાયની ગતિએ થઈ રહી છે. જેના પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. પરંતુ, ખેડૂતોને થયેલી નુકસાની સામે જાહેર કરેલું વળતર ઘણું ઓછું છે. જેથી ખેડૂતો ન્યાયિ ચૂકવણી અને પાક વીમાની રકમ વહેલી તકે મેળવવાની માગ કરી રહ્યાં છે.
આ વર્ષે કુદરતી આફતો અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને કપાસ, મગફળી, એરંડા, શાકભાજી અને બાગાયતી ખેતીમાં ભારે નુકસાન થયું છે. વીમા કંપનીઓ પોતાની જવાબાદારીમાંથી હાથ ખંખેરી રહી છે. વીમા કંપનીએ ખેડૂતોને ગત વર્ષની 70 કરોડ જેટલી વીમાની રકમ ચૂકવી નથી. બીજી તરફ સરકાર દ્વારા જાહેર કરાયેલું ખેડૂત બજેટ પણ પડ્યાં પર પાટા જેવું છે. જેનાથી ખેડૂતોના બિયારણનો ખર્ચ પણ નીકળી શકતો નથી. એટલે ખેડૂતો તંત્ર સામે યોગ્ય સહાય મેળવવાની માગ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં 121 ગામો અસરગ્રસ્ત પાક નુકસાનીમાં છે. સર્વેની 14 ટીમો દ્વારા 47 ગામોમાં સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. એક હેક્ટર જમીન નુકસાનીમાં 723 ખેડૂત હોવાનો પ્રાથમિક અંદાજ મેળવ્યો છે. તેમજ વરસાદ કારણે થયેલાં નુકસાનની 5000 જેટલી અરજી તંત્રને કરાઈ છે.