દેશભરમાં કાતિલ ઠંડીનો દોર ચાલી રહ્યો છે. વધુ પડતી ઠંડીના કારણે સમગ્ર જનજીવન પરેશાન છે. ધંધા રોજગારને પણ ઠંડીની અસર થઈ રહી છે. કાતિલ ઠંડીમાં ઈટીવી ભારતની ટીમે જખૌ બંદરની મુલાકાત લીધી હતી.
કચ્છમાં ઠંડીના લીધે દરિયામાં માછલીનો જથ્થો ઘટ્યો, માછીમારોની મુશ્કેલીમાં થયો વધારો - amount of fish
કચ્છઃ જખૌ બંદર પર મત્સ્ય ઉદ્યોગને ઠંડીની નજર લાગી છે. ઠંડીના કારણે દરિયામાં માછલીનો જથ્થો ઓછો મળે છે. જે કારણે માછીમારોની મુશ્કેલીમાં વધારો થયો છે.
![કચ્છમાં ઠંડીના લીધે દરિયામાં માછલીનો જથ્થો ઘટ્યો, માછીમારોની મુશ્કેલીમાં થયો વધારો cold has reduced the amount of fish in the sea](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5534441-thumbnail-3x2-kutch.jpg)
આ મુલાકાત દરમિયાન મત્સ્ય વેપારીઓએ જણાવ્યું હતું કે, હાલ મત્સ્ય ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. ઠંડીના કરણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. 15 ઓગસ્ટથી નવી સીઝન શરૂ થાય છે. આ વર્ષે સીઝનમાં ખાસ કમાણી નથી રહી કારણ કે, એક પછી એક વાવાઝોડા આવ્યા હતા. હવે ઠંડીના કારણે દરિયામાં મત્સ્ય જથ્થો ઓછો મળી રહ્યો છે. આ કાતિલ ઠંડીમાં મત્સ્ય જથ્થો વધારે ઊંડો ઊતરી જાય છે. માછીમારી કરતી બોટો ખાલી અથવા નહિવત માલ સાથે પરત આવી રહી છે. હાલ દરિયામાંથી માછલીનો પુરતો જથ્થો પ્રાપ્ત થઈ રહ્યો નથી.
માછીમારના જણાવ્યા મુજબ, હું 50 વર્ષથી માછીમારી કરૂ છું, પણ આવી હાલત પહેલી વાર જોવા મળી છે. નવી સિઝનમાં અમે અત્યાર સુધીમાં 12 ટ્રીપ કરી લીધી હોય, પણ આ વર્ષે થોડો ઓછો માલ મળે છે. આથી હજૂ 5થી 6 ટ્રીપ માંડ થઈ છે.