આ બેઠકમાં અછત કામગીરીની પુસ્તીકાનુ વિમોચન અને ‘‘DP KUTCH E Learning’’ અને District ct Panchayat Kutch’’ નામની બે મોબાઇલ એપનું લોન્ચિંગ કર્યુ હતું. ત્યારબાદ પત્રકારો સાથે વાત કરતા રાજયના મુખ્યપ્રધાને રૂપાણીએ જણાવ્યું હતું કે, 'મનરેગા' યોજના અન્વયે ચાલુ વર્ષે આ 121 ચેકડેમો બનાવાયા છે. જે તમામ ચાલુ વર્ષના વરસાદથી ભરાઈ ગયા છે.
ભૂજમાં મુખ્યપ્રધાને સમીક્ષા બેઠક યોજીને અછતના પ્રશ્નો વિશે ચર્ચા કરી - ‘DP KUTCH E Learning
કચ્છઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શુક્રવારના રોજ ભૂજમાં અછત કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં તેમણે કચ્છને અછત મુકત જાહેર કરવા અને જુલાઈ માસ સુધી અછત કામગીરીની સબસીડી ચુકવવાની જાહેરાત કરી હતી. તેમજ તેમણે કચ્છને વિશેષ પ્રાધાન્ય આપીને દુષ્કાળ મુકત જિલ્લો બનાવવાની ઈચ્છા વ્યકત કરી હતી.
કચ્છની જનતાની લાગણી સાથે જોડાયેલા હમીરસર તળાવ અને રૂદ્રમાતા ડેમને નર્મદાનીરથી ભરવાની રાજય સરકારની વિચારણા છે. અછતની પરિસ્થિતિનું કાયમી નિવારણ થઈ શકે. આ માટે મુખ્યપ્રધાને સ્થાનિક સ્તરે જ ઘાસચારો ઉગાડવા, વરસાદના પાણીનું મહત્તમ જળસંચય કરવા, ઘાસચારાના ઉત્પાદનથી વધારાની રોજગારી અને આવકનું સર્જન કરવા પર વિશેષ ભાર મૂકયો હતો.
આમ, ભૂજ શહેરની તથા પાણી પુરવઠાની પરિસ્થિતિથી માહિતગાર થયા હતા. વેસ્ટ વોટરને આધુનિક પદ્ધતિથી ફિલ્ટર કરી ઘાસચારો ઉગાડી કચ્છના પશુધનને પુરતી માત્રામાં ઘાસચારો પુરો પાડવા અધિકારીઓને હિમાયત કરી હતી.