- કચ્છના મુન્દ્રા પોર્ટ પર DRIની ટીમે કરોડો રૂપિયાના હેરોઈનનો જથ્થો પકડી પાડ્યો હતો
- ટેલ્કમ પાવડરની આડમાં 1,200 કિલો હેરોઈનનો જથ્થો લઈ જવાતો હોવાનું સામે આવ્યું હતું
- આ હેરોઈનનો જથ્થો 3,600 કરોડ રૂપિયાનો હોવાનું સામે આવ્યું, હજી પણ તપાસ ચાલુ છે
- DRI અમદાવાદના એડિશનલ ડિરેક્ટર જનરલ મુન્દ્રા પહોંચ્યા
કચ્છઃ મુન્દ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરની આડમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો લઈ જવાતો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે મુન્દ્રા બંદરે અફઘાનિસ્તાનથી વાયા ઈરાન થઈને પકડાયેલા હેરોઈનનો જથ્થો 1200 કિલો જેટલો છે, જેની બજાર કિંમત 3,600 કરોડ રૂપિયાની અંદાજવામાં આવી રહી છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. જોકે, હજી પણ તપાસ ચાલુ છે અને તેની કિંમત અંતિમ કુલ જથ્થા સાથે તેમજ ગુણવતા પ્રમાણે નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો-અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 4 કિલો કોકેઇન ડ્રગ્સ, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 20 કરોડ
હજી ચોથું કન્ટેનર ખોલવાનું બાકી જ છે
મુન્દ્રા પોર્ટ પર હજી સુધી ત્રણ જ કન્ટેનર ખૂલ્યા છે. જોકે, ચોથું ચોથું કન્ટેનર ખોલવાનું બાકી છે ત્યારે DRI અમદાવાદના એડિશનલ ડિરેક્ટર જનરલ સમીર બજાજ પણ મુન્દ્રા પહોચ્યા હતા અને તપાસની ગાઈડલાઈન તેમણે આપી હતી. ગઈકાલે બીજા કન્ટેનરની તપાસ શરૂ કરવામાં આવી હતી અને સંભવિત આજ સાંજ સુધી સમગ્ર ચિત્ર સ્પષ્ટ બની જશે. જોકે, તમામ તપાસ એજન્સીઓ હાલમાં કોઇ પણ પ્રકારની માહિતી આપવાનું ટાળી રહી છે.
આ પણ વાંચો-વાપીમાં NCB એ ડ્રગ્સની ફેક્ટરીનો કર્યો પર્દાફાશ, 4.5 કિલો MD ડ્રગ્સ સાથે 85 લાખની રોકડ ઝપ્ત