- સહેલાણીઓ માટેનું માંડવી બીચ તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું
- ધંધાર્થીઓને 3 દિવસ માટે ધંધો બંધ રાખવા સૂચન કરવામાં આવ્યું
- 92 ગામોના 18,997 લોકોને કોવિડ ગાઇડલાઇન સાથે સ્થળાંતરિત કરાયા
કચ્છ : જિલ્લાનું એક માત્ર સહેલાણીઓ માટેનું માંડવી બીચ તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું છે. અહીંના પ્રશાસન દ્વારા લોકોની અવરજવર બંધ કરવામાં આવી છે. તથા ધંધાર્થીઓને 3 દિવસ માટે ધંધો બંધ રાખવા સૂચન કરવામાં આવ્યું છે.
કાંઠાના 92 ગામોના લોકોનું કરાયું સ્થળાંતિર
કચ્છના કાંઠાના વિસ્તારો પરના માછીમારો અને અગરિયાઓનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠના તાલુકાના 92 ગામોના લોકોને જે 0થી 5 કિ.મી.ની ત્રિજ્યામાં આવે છે. તેમને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે કાંઠાળ વિસ્તારના 92 ગામોના 18,997 લોકોને કોવિડ ગાઇડલાઇન સાથે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ચક્રવાત તૌકતેની સુરત પર અસર
1,427 લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરાયાજિલ્લામાં વિવિધ આશ્રય સ્થાનોમાં કુલ 1,427 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તેમજ બાકીના લોકો પોતાના નિવાસસ્થાન તેમજ સલામત સ્થળે સ્થળાંતરિત થયા છે. દરિયા કાંઠાના ગામોના આશ્રયસ્થાનો અને સલામત સ્થળે 6,345 સ્ત્રીઓ, 10,733 પુરૂષો અને 1,919 બાળકો થઇ કુલ 18,997 લોકોને અગમચેતીના ભાગરૂપે કોરોના કોવિડની ગાઈડલાઇન પ્રમાણે સ્થળાંતરિત કરાયા છે. તેવું ડિઝાસ્ટર મામલતદાર દ્વારા જણાવાયું છે.
તૌકતે વાવાઝોડાને લઈને કચ્છનું વહીવટીતંત્ર સજ્જ કુલ 18,997 લોકોને અગમચેતીના ભાગરૂપે ખસેડવામાં આવ્યામુન્દ્રા તાલુકામાં કુલ 2,100 માછીમારોના પરિવાર અને 124 જેટલા અગરિયાઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો જખૌ બંદરના 2,295 જેટલા માછીમારોને તો કંડલાના 4,000 અને ભચાઉના 1,200 જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વાત કરવામાં આવે તો કચ્છના વહીવટીતંત્ર દ્વારા કોરોનાના દર્દીઓ માટે અલયાદી વ્યવસ્થા કરવામાં આવી છે. વીજ પૂરવઠો ખોરવાશે તો ડીજી સેટની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેથી દર્દીઓને હાલાકી ભોગવવીન પડે.
આ પણ વાંચો : પોરબંદરના તમામ કોવિડ સેન્ટરમાં ઇમરજન્સી જનરેટરની કરાઈ વ્યવસ્થા
NDRFની 2 ટીમ અને SDRFની 1 ટીમ ફાળવવામાં આવીરાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં NDRFની 2 ટીમ અને SDRFની 1 ટીમ ફાળવવામાં આવી છે. આ માટે ચોક્કસપણે કહી શકાય કે, તૌકતે વાવાઝોડા સામે લડવા વહીવટીતંત્ર સતર્ક બન્યું છે.