લખપતમાં ગુરૂનાનકના પ્રકાશ પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વમાં કીર્તન દરબારમાં શીખ ધર્મની સર્વોચ્ચ સંસ્થા અકાલ તખ્ત અમૃતસરથી ભક્તોને સંદેશ આપવા સિંઘ સાહેબ જ્ઞાની હર પ્રીતસિંહજી પધાર્યા હતા. આ સાથે સુવર્ણ મંદિર અમૃતસરના હજૂરી રાગીભાઈ રામસિંહજી મનોહર કીર્તનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
કચ્છ: લખપતના ગુરુદ્વારામાં ગુરુનાનકના 550માં પ્રકાશ પર્વની ઉજવણી કરાઇ - gurudwara
કચ્છ: જિલ્લાના લખપતમાં ગુરુનાનક દેવજીએ સત્સંગ કર્યો હતો. જેને લઇને ઈતિહાસિક ગુરુદ્વારામાં ગુરુનાનકના 550મા પ્રકાશ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર ત્રિદિવસીય ઉજવણીમાં પ્રથમ દિવસે અખંડ પાઠ, બીજા દિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. લખપત તાલુકાની 23 સંસ્થાઓ અને સર્વ ધર્મના લોકો રક્તદાન મહાદાન યજ્ઞમાં જોડાયા હતા. આ યજ્ઞમાં 5000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ સેેવા કાર્યમાં 550 રક્ત બોટલનું લક્ષ્ય પૂર્ણ થયું હતું. મહત્વનુંએ છે કે, BSFના જવાનો, પોલીસ સ્ટાફ પણ રક્તદાનમાં જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ગુરુદ્વારા કમિટીના પ્રમુખ રાજુભાઈ સરદાર, જયંત નંદા મહેન્દ્રસિંગ, સોદાગર સિંગ જાગ, તારસીંગ જશપાલ સીંઘ વગેરેએ ખાસ જહેમત ઉઠાવી હતી.