- યુનેસ્કોની ટીમ 20 દિવસ સુધી કરશે અભ્યાસ
- ટીમના અભ્યાસ રિપોર્ટ પછી અંતિમ નિર્ણય લેવાશે
- ધોળાવીરા ખડીરના વિકાસના દ્વાર ખુલશે
સિંધુ સંસ્કૃતિની 5000 વર્ષ જૂની ધોળાવીરા સાઈટનો વિશ્વ ધરોહરમાં સમાવેશ થશે, અભ્યાસ અહેવાલ માટે યુનેસ્કોની ટીમ પહોંચી
કચ્છના ઈશાન ખૂણે આવેલી સિંધુ સંસ્કુૃતિની 5000 વર્ષ જૂની ધોળાવીરા સાઈટનો વૈશ્વિક ધરોહરમાં સમાવેશ કરવામાં આવે તે માટેની શકયતાઓ ચકાસવા યુનેસ્કોની એક ટીમે આ સાઈટની મુલાકાત લીધી હતા.
કચ્છઃ જિલ્લાના ઈશાન ખૂણે આવેલી સિંધુ સંસ્કુૃતિની 5000 વર્ષ જૂની ધોળાવીરા સાઈટનો વૈશ્વિક ધરોહરમાં સમાવેશ કરવામાં આવે તે માટેની શકયતાઓ ચકાસવા યુનેસ્કોની એક ટીમે આ સાઈટની મુલાકાત લીધી હતા. આ ટીમે જિલ્લા તંત્ર સાથે બેઠક યોજીને વિવિધ સમિતિના ગઠન ઉપરાંત બફર ઝોન તરીકે સ્વસ્છતા સાથેની સાઈટ વિકસાવવા પર ચર્ચા કરી હતી.
વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવેશ માટે અભ્યાસ
યુનેસ્કોના કાઈવાઈસના (એટલે કે, ઈન્ટરનેશનલ કાઉન્સિલઓન મોનુમેન્ટસ એન્ સાઈટ) વડા તથા દેશના પુરાત્વીય વિભાગના મહાનિર્દેશનક આઈએએસ વીના નેતૃત્વમાં આવેલી આ ટીમે ધોળવારી સાઈટની મુલાકાતે છે. ભારતીય પુરાતત્ત્વ વિભાગની ટીમ આ સાઈટનો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવેશ કરવો કે કેમ તેની શકયતા ચકાસવા હેતુ 20 દિવસ સુધી ગહન સંશોધન-અધ્યયન કરશે. 20 દિવસ સુધી આ ટીમ ધોળાવીરાના ખૂણેખૂણાની તપાસણી કરી આ સાઈટનો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવેશ કરવો કે કેમ તેનો નિર્ણય લેવા માટેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરશે.