ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છ સરહદ ડેરીની 11મી સામાન્ય સભા યોજાઈ, કેન્દ્રીય કૃષિ પ્રધાનના હસ્તે શ્રેષ્ઠ પશુપાલકોને સન્માનિત કરાયા - Cooperative Milk Producers Union Limited

કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરીની 11મી વાર્ષિક સાધારણ સભા સોમવારના રોજ અંજાર નગર પાલિકા ટાઉન હોલ ખાતે યોજાઇ હતી. આ કાર્યક્રમા કેન્દ્રીય કૃષિપ્રધાન પરશોત્તમભાઈ રૂપાલા, ડેરીના ચેરમેન અને કાર્યક્રમના અધ્યક્ષ વલમજીભાઈ હુંબલ, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પશુપાલકો પ્રોત્સસાહિત કર્યા હતા.

ghgng
hggg

By

Published : Nov 23, 2020, 11:08 PM IST

  • સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરીની 11મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ
  • કેન્દ્રીય કૃષિપ્રધાન પરશોત્તમભાઈ રૂપાલા રહ્યા ઉપસ્થિત
  • કેન્દ્રીય કૃષિ પ્રધાનના હસ્તે શ્રેષ્ઠ પશુપાલકોને સન્માનિત કરાયા

કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદકસંઘ લિમિટેડ સરહદ ડેરીની 11મી વાર્ષિક સાધારણ સભા આજે સોમવારના રોજ અંજાર નગર પાલિકા ટાઉન હોલ મુકામે મળી હતી. આ સમારોહને સંબોધતા કેન્દ્રિય કૃષિપ્રધાન પરશોત્તમભાઈ રૂપાલા એ જણાવ્યુ હતું કે ડેરી એ એવો વ્યવસાય છે કે ગમે તેવી પરિસ્થિતીમાં ચાલુ રહે છે. જેનું લાઈવ ઉદાહરણ આપણે કોરોના વાયરસના લોકડાઉનમાં જોયું. જેમાં તમામ ઉધ્યોગો બંધ હતા છતાં પણ ડેરી ઉધ્યોગ બમણા જોરથી વિકાસ પામ્યો છે.

કૃષિપ્રધાન રૂપાલાએ જણાવ્યું કે 20 હજાર કરોડ ડેરી વિકાસ માટે ફાળવામાં આવ્યા

કચ્છના પશુપાલકોને સંબોધતના કૃષિપ્રધાન રૂપાલાએ જણાવ્યું હતુ કે કેન્દ્રિય સરકાર દ્વારા અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે 20 લાખ કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર કર્યું છે તેમ કૃષિ અને ડેરી માટે 1 લાખ કરોડ ફાળવ્યા છે. જેમાં 20 હજાર કરોડ ફ્ફક્ત ડેરી વિકાસ માટે છે. જે સહકારી માળખા અંતર્ગત ફાળવણી કરવામાં આવશે. તેમજ તેઓએ જણાવ્યુ હતું બ્રાન્ડિંગ કરી દૂધ અને દૂધની બનાવટોના ઉચ્ચ ભાવો મેળવતી ડેરીઓના ઉદાહરણ પૂરા પડી આપણે પણ ઘણું બધુ કરી શકીએ છીએ. જેવી કે ઓર્ગેનિક પ્રોડક્ટસ વગેરે. જ્યારે કેન્દ્ર સરકારે તમામ પશુપાલકોને વિના મૂલ્યે રશીકરણ પ્રોગ્રામની શરૂઆત કરેલી છે.

કચ્છ સરહદ ડેરીની 11મી સામાન્ય સભા યોજાઈ

ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં અગણિત પશુપાલકોના સહકારથી વિકાસ

ડેરીના ચેરમેન અને કાર્યક્રમના અધ્યક્ષ વલમજીભાઈ હુંબલે સાધારણ સભામ ડેરીની વિકાસનો ચિતાર આપ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યુ હતું કે પાછલા 10 વર્ષમાં અગણિત પશુપાલકોના સહકારથી વિકાસ કર્યો છે અને આગળ પણ આપણે વિકાસ કરીશું. તેમજ સાથો સાથ આપણે હવે સહકારી ધોરણે કચ્છ જિલ્લામાં કેરી, દાડમ, અને ખારેકના પ્રોસેસિંગ પ્લાન્ટ નાખીસું અને એમાં પણ સફળ થઈશું.

રાજયપ્રધાન વાસણભાઈ આહિરએ જણાવ્યુ હતું કે પશુપાલકોને સરકારની વિવિધ યોજનાઓ થકી લાભ લઈ અને દૂધ ઉત્પાદન ખર્ચ ઓછો કરી અને વધુ નફો મેળવવા આહવાન કર્યું હતું.

સાંસદ વિનોદભાઈ ચાવડાએ કર્યું સંબોધન

કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યુ હતું કે પશુપાલકોના હિતાર્થે સરકાર હાર હમેશા તૈયાર છે. ને આપણો આ કચ્છ જિલ્લો જ્યાં પશુ ધન વધારે છે અને વારે વારે દુષ્કાળ પડે છે તો યોગ્ય શ્રોતનો ઉપયોગ કરવા જણાવ્યુ હતું. જેથી મહામારીના સમયે આપણે વ્યવસ્થિત આયોજન કરી શકીએ.

GCMMF અમુલ ફેડરેશનના મેનેજીંગ ડિરેક્ટર ડૉ. આર.એસ.સોઢીએ કહ્યું સરહદ લક્ષ્મી તરીકે મહિલા સન્માનીત કરવામાં આવી

આ પ્રસંગે GCMMF અમુલ ફેડરેશનના મેનેજીંગ ડિરેક્ટર ડૉ. આર.એસ.સોઢીએ કહ્યું હતું કે સરહદ ડેરીએ જે 10 વર્ષના ગાળામાં જે વિકાસ કર્યો છે તે અવિશ્વનિય છે અને તમામ પશુપાલકોને દૂધ ઉત્પાદન વધારીને સહકારી માળખાનો લાભ અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે જણાવ્યુ હતું. પ્રોગ્રામમાં સૌથી વધુ દૂધ ભરાવતી મહિલા પશુપાલકને “સરહદ લક્ષ્મી” તરીકે એવોર્ડ અને રોકડ
ઈનામ આપવામાં આવ્યા હતા સૌથી વધુ દૂધ ભરાવતી મંડળીઓ, સામાન્ય અને મહિલા સન્માનીત કરવામાં આવી હતી.

ગત વર્ષે પ્રતિદિન એવરેજ 2.72 લાખ લિટરનું કલેક્શન

ગત વર્ષ દરમિયાન દૂધ સંઘ દ્વારા કુલ 545 કરોડનું ટર્નઓવર નોધાવ્યું હતું. જેમાં પ્રતિદિન એવરેજ 2.72 લાખ લિટરનું કલેક્શન કર્યું હતું. ગત વર્ષમાં દૂધના ખરીદ ભાવોમાં સાતત્યતા જાળવી રાખી અને ચાલુ વર્ષે પણ જાળવી રાખવામા આવશે. જેમાં ખરેખર સરહદ ડેરીએ કચ્છ જિલ્લાના પશુપાલકોનું સન્માન, સ્વમાન, સ્વાવલંબન અને સમૃધ્ધિ અપાવી છે. આ કાર્યક્રમ સરહદ ડેરીએ હાલની કોરોના વાયરસની મહામારીને અનુલક્ષીને તમામ તકેદારી રાખીને પૂર્ણ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details