આને કેહવાય ગુરુ, વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષામાં પૂછાયેલા પ્રશ્ન બદલ ગ્રેસિંગ માર્ક આપવા અપીલ માંડવી: બોર્ડની પરીક્ષામાં ગ્રેસિંગ માર્ક બાબતે માંડવીના એક જાગૃત શિક્ષક પરેશ પંડ્યા એ બોર્ડને પત્ર લખ્યો છે. જેમાં એવી ચોખવટ કરવામાં આવી શકે એક સવાલના બદલે બીજો સવાલ રિપ્લેસ કરાતા વિદ્યાર્થીઓને એના ચોક્કસ ગુણ લખેલા જવાબ અનુસાર આપવામાં આવે. આ સાથે ભાષાના પ્રશ્નપત્રમાં શું હોવું જોઈએ અને શું અથવા માં આવવું જોઈએ એ ચોખવટ કરી લેતા ભાષા લખી માર્ક આપવાની અપીલ કરી છે. જ્યારે આ મામલાની અસર વિદ્યાર્થીઓના પરિણામ સાથે જોડાયેલી છે.
શિક્ષણ બોર્ડને પત્ર:માંડવીની શાળાના શિક્ષક પરેશ પંડ્યાએ વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક આપવા માટે શિક્ષણ બોર્ડને પત્ર લખ્યો છે.ધોરણ 12 HSC(સામાન્ય પ્રવાહ)ના બોર્ડના અંગ્રેજી (013)ના પેપરમાં Application Writing ન આવવા બાબત અને તેની જગ્યાએ સ્પીચ રાઇટીંગ પૂછતાં તેના ગ્રેસિંગ ગુણ આપવા શિક્ષક દ્વારા માંગ કરવામાં આવી છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં ધો 10- અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલુ છે. ત્યારે HSCના અંગ્રેજી વિષયના પેપરમાં પૂછાયેલા પ્રશ્નના લીધે વિધાર્થીઓને ભવિષ્યમાં પરેશાની ના થાય એ માટે માંડવી જી.ટી. હાઇસ્કુલના ઉચ્ચ માધ્યમિકના શિક્ષકે ગ્રેસિંગ ગુણ આપવાની માંગ સાથે શિક્ષણ બોર્ડને પત્ર લખ્યો છે.
બોર્ડની પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક આપવા પત્ર લખ્યો પ્રશ્ન પૂછવો જણાવાયું:ઉલ્લેખનીય છે કે 31 જુલાઇ 2019ના રોજ સંયુક્ત નિયામક દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે. તેમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું કે પ્રશ્ન ક્રમાંક 61માં એપ્લિકેશનનો પ્રશ્ન પૂછવો જે પરિપત્ર પણ રજૂઆતના પત્ર સાથે પરીક્ષા સચિવ સુધી પહોંચાડવામાં આવ્યો છે. રાજ્ય શૈક્ષિક મહાસંઘના રાજ્ય લેવલના પ્રમુખ મિતેશભાઈ ભટ્ટ એ પણ પરીક્ષા સચિવ એમ.કે. રાવલને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે.
રાઇટીંગની સાપેક્ષમાં સરળ:21મી માર્ચના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ગુજરાતી માધ્યમના ENGLISH (013)ના પેપરમાં section E માં પ્રશ્ન ક્રમાંક 61માં માળખા મુજબ સ્પીચ રાઇટીંગના અથવામાં એપ્લિકેશન રાઇટીંગ હોવી જોઈએ, જે આ પેપરમાં આવેલ નથી તો વિદ્યાર્થીઓ માટે એપ્લિકેશન રાઇટીંગનું મહત્વ સ્પીચ રાઇટીંગની સાપેક્ષમાં સરળ હોય છે. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા માત્ર એપ્લિકેશન તૈયાર કરવામાં આવી હોય તો વિદ્યાર્થી પોતાના 6 ગુણ ગુમાવે છે--શિક્ષક પરેશ પંડ્યા
ગ્રેસિંગ મળે એવી માંગ:વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે વિધાર્થીઓએ સ્પીચ રાઇટીંગની તૈયારી ન કરી હોય તેઓ 6 ગુણ ગુમાવશે. માટે વિદ્યાર્થીઓના હિતમાં આ પ્રશ્નના જવાબ સ્વરૂપે જેમને પણ તૈયારી કરેલી ન હોય એટલે માત્ર એપ્લિકેશન તૈયાર કરીને આવ્યા હોય તો એ વિદ્યાર્થીઓને નુકસાન ન જાય એ માટે થઈ અને એ વિદ્યાર્થીઓને પૂરેપૂરા 6 ગુણ ગ્રેસિંગ મળે એવી માંગ કરવામાં આવી છે.