ટેકસ ના ભરાતા વાહનો કરાઈ રહ્યા છે બ્લેકલિસ્ટ કચ્છ:સરહદી જિલ્લો કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે. અહીંનો મુખ્ય ઉદ્યોગ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે.જેમાં ખાસ કરીને લખપત અને અબડાસા વિસ્તારમાં મોટા મોટા સિમેન્ટના પ્લાન્ટ તેમજ મુન્દ્રા અને કંડલા પોર્ટ સાથે અનેક નાની મોટી કંપનીઓ સંકળાયેલી છે તો સાથે જ જિલ્લામાંથી દેશભરમાં ખનીજ પરિવહન પણ થતું હોય છે ત્યારે સ્વાભાવિક છે કે કોમર્શિયલ વાહનો પણ મોટી સંખ્યામાં હોય ત્યારે જિલ્લાની આરટીઓ કચેરીમાં નોંધાયેલ વાહનોમાં દર વર્ષે તેમજ હવે તો આજીવન એક સાથે ટેકસ ભરવાનો પણ નિયમ આવી ગયો છે પરંતુ જિલ્લામાં આરટીઓને અંદાજે 80 કરોડનો ટેક્સ વસૂલ કરવાનો બાકી છે.
ટેકસ ના ભરાતા વાહનો કરાઈ રહ્યા છે બ્લેકલિસ્ટ
"ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા વાહનોને બે રીતે ટેક્સ ભરી શકાય છે. એક રિકરિંગ ટેક્સ જે દર 3,6,9,12 મહિને ભરવાનું થતું હોય છે. બીજું આજીવન ટેક્સ, રિકરિંગ ટેક્સ ભરત લોકોના વાહનોના ટેક્સ ભરવાના બાકી છે. કચ્છમાં આવેલ નાની મોટી 7000 જેટલી કંપનીઓમાં 1 લાખથી પણ વધારે કોમર્શિયલ વાહનોના પૈડાં દોડે છે. ત્યારે આ વાહન પરના ટેકસની રકમ ભુજ આરટીઓ કચેરીમાં જમા કરવાની હોય છે પણ ભુજ આરટીઓમાં નોંધાયેલા 11000 થી પણ વધુ વાહનોમાં ટેક્સ બાકી હોવાનું ધ્યાને આવતા 11,534 વાહનોને બ્લેકલિસ્ટમાં નાખી દેવામાં આવ્યા છે. આ બ્લેકલિસ્ટ થયેલા કોમર્શિયલ વાહનો રોડ પર દોડી શકતા નથી અને ટેક્સ ભરપાઈ થયા બાદ જ બ્લેક લિસ્ટમાંથી કે ડિટેઇન કરેલા વાહન છોડવામાં આવે છે. ટેક્સ ના ભરવાના કારણે આ વાહનોના માલિક પાસેથી આરટીઓ કચેરીને અંદાજે 80 કરોડ જેટલો ટેક્સ વસુલવો થાય છે."--પ્રદીપસિંહ વાઘેલા (ભુજ આરટીઓ કચેરીના ઇન્ચાર્જ અધિકારી)
કડક પગલા લેવામાં આવ્યા: વાહનોના ટેકસના ભરાતા આરટીઓ દ્વારા કડક કાર્યવાહી ભુજ આરટીઓની આ કડક કાર્યવાહી બાદ કચ્છના વિવિધ ઉદ્યોગોના ટ્રાન્સપોર્ટરો દોડતા થઈ ગયા છે. ટેક્સ ભરીને પોતાના વાહનો બ્લેક લિસ્ટમાંથી દૂર કરાવી રહ્યા છે. આ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના મોટાભાગના વાહનો ટ્રક, ડમ્પર,ટેન્કર,ટેમ્પો તેમજ અમુક ખાનગી બસો હોવાનું જાણવા મળી રહ્યું છે. ભુજ આરટીઓ કચેરી દ્વારા આ વાહનોના માલિકને વખતોવખત ટેકસ ભરપાઈ કરવા માટે જાણ કરવામાં આવી હોવા છતાં ટેક્સની ભરપાઈ ન થતા આ કડક પગલા લેવામાં આવ્યા છે.
ટેકસ ના ભરાતા વાહનો કરાઈ રહ્યા છે બ્લેકલિસ્ટ અનેક વાહનો ડિટેઇન:પોલીસ સ્ટેશનો તથા આરટીઓ કચેરીમાં વાહનોનો ખડકલો વધુ માહિતી આપતા આરટીઓના અધિકારીએ જણાવ્યું હતું કે નિયમ મુજબ વાહનનો બાકી ટેક્સ જમા ન થાય તો વાહન સિઝ કરવામાં આવે છે. બ્લેકલિસ્ટમાં નાખ્યા બાદ પણ જો 3 મહિના સુધીમાં વાહન માલિકો દ્વારા ટેકસ ભરવામાં ન આવે તો તેવા વાહનોની હરરાજી કરી તેની આવકમાંથી ટેકસ વસૂલવામાં આવે છે. ટેકસ ભરપાઈ ન કરેલા વાહનોનો ખડકલો ભુજની આરટીઓ કચેરીમાં પણ જોવા મળે છે. આ ઉપરાંત શહેરના એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર પણ અનેક વાહનો ડીટેઇન કરીને રાખવામાં આવ્યા છે.
વાહનો બ્લેકલિસ્ટ: વાહન બ્લેકલિસ્ટ થવાથી કંપની દ્વારા કોન્ટ્રાક્ટ રદ આ ઉપરાંત પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, જે વાહન માલિકો ટેક્સ ભરતા નથી અને ત્યાર બાદ જયારે આરટીઓ કચેરી દ્વારા તેમના વાહનોને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવે છે. ત્યારે ઉદ્યોગો સાથે સંકળાયેલી કંપનીઓ પણ એમ પરિવહન એપ્લિકેશન મારફતે બ્લેક લીસ્ટ થયેલા વાહનોની યાદી મેળવી શકે છે. તે મુજબ જે વાહન માલિકોએ ટેકસ ભરપાઈ નથી કરેલ તેવા કોન્ટ્રાક્ટ બેઝ પર કંપનીમાં કોમર્શિયલ વાહનો ચલાવવા માટે કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે તે રદ્દ કરવામાં આવે છે. વાહનોના ફેરા બંધ થતા વાહન માલિકોની આવક પણ બંધ થાય છે અને પરિણામે નાછૂટકે વાહન માલિકો પોતાના કોમર્શિયલ વાહનોનો ટેક્સ ભરીને પોતાના વાહનો બ્લેકલિસ્ટમાંથી છોડાવે છે.
- Kutch News: ભારતીય કિસાન સંઘ દ્વારા દુધઈ સબ બ્રાન્ચ કેનાલ નિર્માણ સત્વરે પૂર્ણ કરવા ઉગ્ર માંગણી કરાઈ
- Kharad Dhari Craft : પ્રાચીન અને દુર્લભ એવી ખરડ ધરી હસ્તકલાને લુપ્ત થતા બચાવવાના કચ્છી કારીગરોના પ્રયત્નો