ગુજરાત

gujarat

ભુજના સ્વામિનારાયણ મંદિર દ્વારા 1 લાખથી વધુ ભક્તોને અન્નકૂટના પ્રસાદનું કરાશે વિતરણ

By

Published : Nov 3, 2021, 9:00 AM IST

ભુજના સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple) દ્વારા દિવાળીના પર્વ નિમિતે દર વર્ષે અન્નકૂટ પ્રસાદ ધરાવવામાં આવે છે. વર્ષો જૂની પરંપરા મુજબ સ્વામિનારાયણ પરિસરને પણ અનોખી રીતે સજાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આ વર્ષે 70 થી વધુ વાનગીઓનું અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે 1 લાખથી વધુ હરિભક્તોને અન્નકૂટ (Annakut) ના પ્રસાદનું ભારતભર અને વિદેશમાં પણ વિતરણ કરવામાં આવશે.

Swaminarayan Temple
Swaminarayan Temple

  • ભુજના સ્વામિનારાયણ મંદિરને અનોખી રીતે સજાવવામાં આવ્યું
  • આ વર્ષે 70 થી વધુ વાનગીઓનું અન્નકૂટનું આયોજન કરાયું
  • 1 લાખથી વધુ હરિભક્તોને અન્નકૂટના પ્રસાદનું કરાશે વિતરણ

જૂનાગઢ: દર વર્ષની જેમ ભુજના સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple) ખાતે મહંત સ્વામીની આજ્ઞાથી તમામ સંતો, બહેનો તથા સૌ ભક્તો દ્વારા અલગ અલગ 70 જાતની વાનગીઓ બનાવવામાં આવી રહી છે. જેમાં શક્કરપારા, લાલ મોહનથાળ, સાટા, મેસૂક, ગાંઠિયા, લકડીયા વગેરે જેવી અનેક વાનગીઓનો સમાવેશ થાય છે. આ પ્રસાદ ભગવાન ઠાકોરજીને ધરાવવામાં આવશે અને ત્યારબાદ હરીભક્તોને આ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

ભુજના સ્વામિનારાયણ મંદિર દ્વારા 1 લાખથી વધુ ભક્તોને અન્નકૂટના પ્રસાદનું કરાશે વિતરણ

છેલ્લાં 15 દિવસોથી ભક્તો, સંતો દ્વારા બનાવવામાં આવી રહ્યો છે આ પ્રસાદ

આ અન્નકૂટ (Annakut) ના પ્રસાદની તૈયારી છેલ્લાં 15 દિવસોથી કરવામાં આવી રહી છે. આ પ્રસાદ બનાવવા કેટલાય હરી ભક્તોએ અને સંતોએ સેવા આપી રહ્યા છે તથા મશીનરીનો પણ ઉપયોગ આ પ્રસાદ બનાવવા માટે થઈ રહ્યો છે. દર વર્ષે હજારો ભક્તોને આ પ્રસાદ પહોંચાડવામાં આવતું હોય છે. દર વર્ષે મહંત સ્વામીની આજ્ઞાથી દેશ વિદેશમાં આ પ્રસાદ પહોંચાડવામાં આવશે. આ વર્ષે પણ અંદાજિત 1 લાખથી 1.5 લાખ ભક્તોને આ પ્રસાદ પહોંચાડવામાં આવશે.

ભુજના સ્વામિનારાયણ મંદિર દ્વારા 1 લાખથી વધુ ભક્તોને અન્નકૂટના પ્રસાદનું કરાશે વિતરણ

આ પણ વાંચો: જાણો કાળી ચૌદસનું શું છે મહત્વ, શા માટે ભજીયા મૂકી કાઢવામાં આવે છે કકળાટ

અન્નકૂટના પ્રસાદનો ભક્તોમાં અનેરો ઉત્સાહ હોય છે

ભાગવત કથા મુજબ અન્નકૂટ (Annakut) માહાત્મ્ય છે અને કૃષ્ણ અને ગોવર્ધનની પૂજાનું વર્ણન પણ તેમાં આવે છે. દર વર્ષે નૂતન વર્ષ આવે ત્યારે ભક્તો રાહ જોતા હોય છે કે, ક્યારે નૂતન વર્ષ આવે અને અન્નકૂટના પ્રસાદના દર્શન થશે અને ઠાકોરજીને ધરાવેલા ભોગનો પ્રસાદ તેમને મળે.

ભુજના સ્વામિનારાયણ મંદિર દ્વારા 1 લાખથી વધુ ભક્તોને અન્નકૂટના પ્રસાદનું કરાશે વિતરણ

આ પણ વાંચો: જૂનાગઢમાં ધનતેરસ નિમિતે સ્વામિનારાયણ મંદિરમાં ધન પૂજાનું કરવામાં આવ્યું આયોજન

આ વર્ષે મંદિર પરિસરને અનોખી રીતે સજાવવામાં આવ્યું

અન્નકૂટ (Annakut) ના દર્શન અને પ્રસાદ વિતરણ કરવામાં આવતું હોય છે પરંતુ આ વર્ષે ભુજ સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple) માં સંતોને પણ અનેરો ઉત્સાહ હતો. આ વર્ષે સંતો દ્વારા મંદિરના પરિસરને સજાવવામાં આવ્યું છે. મંદિરમાં જુદાં જુદાં ઝુમ્મર લગાડવામાં આવ્યાં છે અને આ વર્ષે ભક્તોમાં પણ ઘણો ઉત્સાહ છે અને સ્વામિનારાયણ મંદિરના પરિસરને અનોખી રીતે સજાવવામાં આવ્યું છે. જે ભક્તો તથા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ABOUT THE AUTHOR

...view details