- કચ્છમાં બાગાયતી પાકને થયેલા સંભવિત નુકસાન અંગે સર્વે શરૂ
- મુન્દ્રા- માંડવી વિસ્તારમાં કેરીના પાકને 25 ટકા જેટલું નુકસાન
- સર્વે બાદ જે વિગતો સામે આવશે તે મુજબ આગળના પગલા લેવાશે
- તોક્તે વાવાઝોડું ત્રાટક્યું, પરંતુ કચ્છ પર તેની કોઇ ખાસ અસર થઇ નથી
કચ્છ : કચ્છ જિલ્લો એ ખૂબ જ વિશાળ બાગાયતી વિસ્તાર ધરાવતો જિલ્લો છે. કચ્છમાં મુખ્ય આંબા, ખારેક તેમજ દાડમ જેવા બાગાયતી પાક વર્ષ દરમિયાન લેવામાં આવે છે. તેમાંય કચ્છની કેસર કેરી તો વિશ્વસ્તરે પણ વખણાય છે. હાલ કચ્છની કેસર કેરી ઉતરવાની તૈયારી પર છે. તેવામાં તૌકતે વાવાઝોડું ત્રાટક્યું, પરંતુ કચ્છ પર તેની કોઇ ખાસ અસર થઇ નથી. બસ કેરીના પાકને થોડી ઘણી અસર થઇ છે. જેના કારણે કેરી ઝાડ પરથી ખરી ગઈ છે, જેનું પ્રમાણ પણ ઘણું ઓછુ છે.
કચ્છમાં બાગાયતી પાકને થયેલા સંભવિત નુકસાન અંગે સર્વે શરૂ આ પણ વાંચો : નર્મદા જિલ્લામાં વાવાઝોડાથી કેળના પાકને નુકશાન, ખેડૂતોઓએ સહાયની કરી માગ
ફળના વૃક્ષો ધરાશાયી નથી થયા
તૌકતે વાવાઝોડાનો ખતરો કચ્છ ઉપરથી ફંટાઇ ગયો છે. જેના કારણે કચ્છને કોઈપણ નુકસાન થયું નહીં. તેથી કચ્છના લોકોએ, તંત્રે તેમજ હાલ તૈયાર કેરીનો પાક ધરાવતા ખેડૂતોએ નિરાંતનો શ્વાસ લીધો છે. કચ્છમાં નુકસાન નહીવત થયુ છે. મુન્દ્રા, અંજાર, ભચાઉ અને માંડવી જેવા કાંઠાળા વિસ્તારોમાં ઝાડ પરથી કેરી ખરી પડવાની ઘટનાઓ બની છે. જોકે ફળના વૃક્ષો ધરાશાયી નથી થયા. જેથી ખેડૂતોને બહુ નુકસાન થયું નથી.
આ પણ વાંચો : વાવાઝોડાને પગલે ગીર વિસ્તારની આંબાવાડીઓમાં અંદાજે 100 કરોડ કરતાં વધુનું નુકસાન
જાણો શું કહ્યું નાયબ બાગાયત નિયામક અધિકારીએ ?
અંજાર, ભચાઉ તેમજ માંડવી તાલુકાના દરિયાકાંઠે આવેલા ગામડાઓમાં કેરીને 25 ટકા જેટલું નુકસાન થયું છે. જોકે કેરીના વૃક્ષો પડવાના કિસ્સાઓ ક્યાંય પણ સામે આવ્યા નથી. હાલ બાગાયત વિભાગના આઠ અધિકારીઓ દ્વારા સંભવિત નુકસાન થયું હોય તેવા વિસ્તારોમાં પ્રાથમિક સર્વે કરવામાં આવી રહ્યો છે. ત્રણ ચાર દિવસના સર્વે બાદ જે વિગતો સામે આવશે. તે મુજબ આગળના પગલા લેવામાં આવશે.