કચ્છઃ ભુજ તાલુકાના સુખપર ગામે એક મહિલાનો તેમના જ ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પતિ અને અન્ય પરીવારજનો ઘરની બહાર હતા. ત્યારે આ બનાવ બન્યો હતો. મૃતદેહ મળી આવ્યા બાદ હત્યા અને આત્મહત્યા અંગેની ચર્ચાઓ ચાલી હતી. જો કે, મોડી રાત્રે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ હત્યા કેસમાં પોલીસે શુક્રવારે એક સગીરા, સુનિલ ઉર્ફે સોનું જોશી અને તેના મિત્ર આનંદ સુથારને ઝડપી લીધા હતા.
સગીરાએ પ્રેમી સાથે મળીને માતાને જ રહેંસી નાંખી નાયબ પોલીસ વડા જે. એન. પંચાલે જણાવ્યું હતુ કે, આ હત્યા કેસના મુદે વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં જાણકારા જ આરોપી હોવાની દિશામાં તપાસ ચલાવામાં આવી હતી. બાતમીદાર, CCTV ફુટેજ ટેકનિકલ સર્વેલન્સના આધારે આ કેસ ઉકેલવામાં આવ્યો હતો. આરોપી સુનિલ જોશી એક સગીરા સાથે પ્રેમસંબંધ રાખ્યો હતો.
સગીરાએ પ્રેમી સાથે મળીને માતાને જ રહેંસી નાંખી આ પ્રેમસંબંધ બાબતે અવારનવાર સગીરાની માતા ઠપકો આપતી હતી. જેથી નારાજ સગીરાએ આરોપી સુનિલ અને તેના ભુજ ખાતે રહેતા મિત્ર આનંદ સુથાર સાથે મળીને સગીરાની માતાની દાતરડા વડે હત્યા કરી હતી. આ હત્યા કર્યા બાદ આરોપીઓએ હથિયાર ગામ નજીક સીમમાં છૂપાવી દીધું હતું, તે પણ પોલીસે કબ્જે લીધું છે. સગીરા સામે જુવેનાઈલ એક્ટ હેઠલ કાર્યવાહી કરવામાં આવી છે. જયારે બન્ને આરોપીનો કોરોના ટેસ્ટ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે.
સગીરાએ પ્રેમી સાથે મળીને માતાને જ રહેંસી નાંખી પોલીસ સુત્રોના જણાવ્યું હતું કે, પ્રેમમાં અંધ બનેલી સગીરાએ તેની માતાનું કાસળ કાઢવાની પૂરી તૈયારીઓ કરી લીધી હતી. હત્યાના દિવસે આરોપીઓ ઘરમાં ઘુસ્યા હતા અને હત્યા કરી હતી. પોલીસેને આરોપીઓના મોબાઈલમાંથી મળેલી કેટલીક વિગતોને જોતાં એટલું ચોકકસ છે. આજના સમયમાં સમાજ માટે આ કિસ્સો લાલબતી રૂપ છે.
બીજી તરફ પોલીસે આ હત્યા કેસના આરોપી સુનિલ સામે પોક્સો હેઠલ ગુનો નોંધ્યો છે. કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરા સાથે આરોપીએ શારીરીક સંબંંધ બાંધ્યા હતા. તેના પુરાવા મળી આવતા અને સગીરાની કેફિયતના આધારે પોલીસે આ અલગ ગુનો દાખલ કર્યો હતો.