ગુજરાત

gujarat

ETV Bharat / state

soldier's suicide: ભુજ BSF કેમ્પસમાં જવાને કરી આત્મહત્યા, જાણો શું હતું કારણ... - આત્મહત્યાનું કારણ જાણો

ભુજના મુન્દ્રા રોડ પર આવેલ BSF(Border Security Force) કેમ્પસમાં જવાને પોતાના ગળાનાં ભાગે ગોળી મારીને મોતને(Suicide) વ્હાલું કર્યું હતું. ભુજ ખાતે BSFમાં ફરજ બજાવતા મહારાષ્ટ્રનાં હિંગોલીના વતની 46 વર્ષીય જવાન અરુણકુમારે કોઇ અગમ્ય કારણોસર જાતેજ ગોળી મારી હતી આ બાબતે ભુજનાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન(Bhuj B Division Police Station)માં ફરીયાદ નોંધાઇ હતી.

soldier's suicide: ભુજ BSF કેમ્પસમાં જવાને કરી આત્મહત્યા, જાણો શું હતું કારણ...
soldier's suicide: ભુજ BSF કેમ્પસમાં જવાને કરી આત્મહત્યા, જાણો શું હતું કારણ...

By

Published : Nov 23, 2021, 6:28 PM IST

  • મૃતદેહને જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
  • મૃતદેહને પોતનાં વતન મહારાષ્ટ્રમાં લઇ જવામાં આવશે
  • ભુજ BSF કેમ્પસમાં જવાને કરી આત્મહત્યા

ભુજ: ભુજના મુન્દ્રા રોડ પર આવેલા BSF(Border Security Force) કેમ્પસ ખાતે આજે સવારે 11 વાગ્યાના અરસામાં BSFનાં 46 વર્ષીય જવાન(soldier's suicide) અરુણકુમારે પોતાના ગળે રાઈફલથી બે રાઉન્ડ ફાયરિંગ કરીને આત્મહત્યા(Suicide) કરી લીધાનો બનાવ ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશન(Bhuj B Division Police Station) ખાતે નોંધાયો હતો. આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. જવાનના મૃતદેહને પોસમોર્ટમ(Postmortem) માટે ભુજની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

મૃતદેહને પોતનાં વતન મહારાષ્ટ્રમાં લઇ જવામાં આવશે

આ બનાવ અંગે ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આકસ્મિક મોત નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોસમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદજ જવાનના મૃત્યુ થવા પાછળનું કારણ સ્પષ્ટ થશે. હાલમાં આ એક આત્મહત્યા હોવાનું બહાર આવી રહ્યું છે. આવતીકાલે આ જવાનના મૃતદેહને પોતનાં વતન મહારાષ્ટ્રમાં લઇ જવામાં આવશે.

આ પણ વાંચો : જાસૂસી કરતા ઝડપાયેલ BSF જવાને 2 જેલ સહાયકો પર કર્યો હુમલો, જેલરે આરોપીને લઇને કર્યો મોટો ખુલાસો

આ પણ વાંચો : BSFની ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડનારા જવાનને નોકરીમાંથી ડિસમિસ કરાયો

ABOUT THE AUTHOR

...view details