ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીધામમાં ટેન્કરની ટાંકીમાં વેલ્ડિંગ કામ દરમિયાન બ્લાસ્ટ થતા એકનું મોત - welding work news

ગાંધીધામ શહેરના ખોડિયારનગર પાસે ટ્રાન્સપોર્ટનગરમાં ટેન્કરની ટાંકીમાં કરાતા વેલ્ડિંગ કામ દરમિયાન અચાનક બ્લાસ્ટ થતા એક કારીગરનું મોત થયું હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

વેલ્ડિંગ કામ દરમિયાન બ્લાસ્ટ થતા એકનું મોત
વેલ્ડિંગ કામ દરમિયાન બ્લાસ્ટ થતા એકનું મોત
author img

By

Published : May 28, 2021, 11:00 AM IST

  • ટેન્કરની ટાંકીમાં વેલ્ડિંગ કામ દરમિયાન અચાનક થયો બ્લાસ્ટ
  • બ્લાસ્ટના બનાવમાં એકનું મોત, એકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
  • ટેન્કરની ટાંકીમાં થોડું-ઘણું કેમિકલ રહી ગયું હોવાને કારણે બનાવ બન્યાની આશંકા

કચ્છ: ગાંધીધામ શહેરના ખોડિયારનગર પાસે ટ્રાન્સપોર્ટ નગરમાં એક કેમિકલ ટેન્કરની ટાંકીમાં વેલ્ડિંગનું કામકાજ કરાતું હતું. જેમાં કારીગર ટેન્કરની ટાંકીની અંદર ઉતરીને કામ કરતો હતો. દરમિયાન અચાનક કોઈ પણ કારણોસર ટાંકીમાં બ્લાસ્ટ થતા કારીગર અંદર જ મોતને ભેટ્યો હતો. જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.

આ પણ વાંચો: વાંકાનેરના પીપરડી ગામ નજીક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું, 4ના મોત

પોલીસ પહોંચી ઘટનસ્થળે

ટેન્કરની ટાંકીમાં થોડું-ઘણું કેમિકલ રહી ગયું હોવાને કારણે બનાવ બન્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. બનાવની જાણ ગાંધીધામ A-ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી હતી. હજુ સુધી મૃતકનું નામ જાણી શકાયું નથી.

આ પણ વાંચો: સાબરકાંઠાના બાવસર ગામે ગેસની બોટલમાં બ્લાસ્ટ થતાં 7 ઘાયલ

ABOUT THE AUTHOR

...view details