- જ્ઞાનસેતુ બ્રીજ કોર્ષ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન અપાઈ રહ્યું છે શિક્ષણ
- શિક્ષકો વિદ્યાર્થીઓના ઘરે જઈને આપી રહ્યા છે શિક્ષણ
- શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તકો પહોંચાડવામાં આવ્યા
ભુજ: હાલમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે, કોરોનાની મહામારીને લીધે શિક્ષણનું કાર્ય ઓનલાઇન શરૂ કરવામાં આવ્યું છે. આથી, વિદ્યાર્થીઓને જુદી જુદી ટેકનોલોજીના માધ્યમ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે, ETV Bharatની ટીમે ભુજની સરકારી શાળા નંબર 10ની મુલાકાત લીધી હતી. હાલ કોરોનાકાળમાં નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને કઈ રીતે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો.
આ પણ વાંચો:online Education: રાજકોટ જિલ્લામાં ઓનલાઈન શિક્ષણ નહિ લઈ શકતા વિદ્યાર્થીઓ માટે ખાસ સુવિધા
WhatsApp અને DD ગિરનાર ચેનલ દ્વારા આપવામાં આવી રહ્યું છે શિક્ષણ
હાલમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓને WhatsAppના માધ્યમથી Lectureની લિન્ક મૂકવામાં આવે છે. આ ઉપરાંત, જ્ઞાનસેતુ બ્રીજ કોર્ષ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત, DD ગિરનાર ચેનલ પર સરકાર દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જે વિદ્યાર્થી પાસે ટીવી કે WhatsApp ની વ્યવસ્થા ન હોય તેવા વિદ્યાર્થીને શિક્ષકો દ્વારા ઘરે ઘરે જઈને શિક્ષણ આપવામાં આવે છે.
ઓનલાઇન શિક્ષણ હોવા છતા શાળાના શિક્ષકો શાળાએ હાજર