ગુજરાત

gujarat

ETV Bharat / state

Charas was caught from Kutch : કચ્છની દરિયાઈ સીમામાંથી ચરસનો જથ્થો મળી આવ્યો - charas among drugs seized

કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ફરી ચરસના પેકેટો મળી આવ્યા છે. જખૌના શેખરણ ટાપુના દરિયાઈ વિસ્તારમાંથી 10 પેકેટ ચરસના મળી આવ્યા છે. જખૌ મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જખૌના દરિયાઈ વિસ્તારમાંથી છેલ્લા એક સપ્તાહથી સતત ચરસનો જથ્થો મળી રહ્યું છે.

Kutch News: કચ્છની દરિયાઈ સીમામાંથી ચરસનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત, ફરી ચરસના 10 પેકેટ ઝડપાયા
Kutch News: કચ્છની દરિયાઈ સીમામાંથી ચરસનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત, ફરી ચરસના 10 પેકેટ ઝડપાયા

By

Published : Aug 18, 2023, 3:23 PM IST

કચ્છ:સરહદી વિસ્તાર કચ્છના અબડાસા વિસ્તારમાં ખાસ કરીને જખૌના દરિયાઈ વિસ્તારમાં અવારનવાર ચરસ, હેરોઇન જેવા કેફી દ્રવ્યોનો જથ્થો મળતો આવી રહ્યો છે. ગઈ કાલે હજુ ચરસના 10 પેકેટ તથા એક વિસ્ફોટક સેલ મળી આવ્યો હતો. ત્યારે મોડી રાત્રે મરીન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ચરસના વધુ 10 પેકેટ મળી આવ્યા છે. શેખરણ ટાપુ પર દરિયાઈ મોજા સાથે તણાઈ આવેલા પીળા રંગના પ્લાસ્ટિકના કોથળામાંથી ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા.

સર્ચ ઓપરેશન: છેલ્લા એક સપ્તાહમાં 130 જેટલા ચરસના પેકેટ ઝડપાયા જખૌના દરિયાઈ વિસ્તારમાંથી છેલ્લા એક સપ્તાહમાં જુદી જુદી એજન્સીઓ દ્વારા 130 જેટલા ચરસના પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનથી અવારનવાર દરિયાઈ મોજામાં તણાઈને ધોવાઈને પ્લાસ્ટિકના કોથળામાં 10-10ના પેકેટની પેકિંગમાં કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવતા હોય છે. ત્યારે જખૌના દરિયાઈ વિસ્તારની આસપાસના બેટ અને ટાપુ પર વિવિધ સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

પ્રેસનોટમાં જણાવ્યા અનુસાર:તારીખ 13 ઓગસ્ટના રોજ જખૌ બંદરેથી 2 કિલોમીટર દૂર ખીદરત બેટ પરથી BSFને 10 ચરસના પેકેટો મળી આવ્યા હતા. તારીખ 14 ઓગસ્ટના BSF અને સ્ટેટ આઇબીને જખૌ નજીકના લુણા બેટ પરથી ચરસના 10 પેકેટ સાથે હેરોઇનનું 1 પેકેટ મળી આવ્યું હતું. તારીખ 14 ઓગસ્ટના જ દિવસે SOGને સિંધોડી પિંગલેશ્વર વચ્ચેના દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી 20 પેકેટ જ્યારે સ્ટેટ IB અને જખૌ પોલીસ શિયાળ બેટ ક્રિક વિસ્તારમાંથી 20 પેકેટ ચરસના મળી આવ્યા હતા. તારીખ 15 મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિને BSFને શેખરણ પીર ટાપુ પરથી 10 પેકેટ ચરસ અને 1 પેકેટ હેરોઇન મળી આવ્યું હતું.

પેકેટ મળી આવ્યા:સ્ટેટ આઇબીને જખૌના સૈયદ સુલેમાન પીર કાંઠા વિસ્તારમાંથી 10 પેકેટ ચરસ અને 1 પેકેટ હેરોઇન મળ્યું હતું. તારીખ 16 ઓગસ્ટના જખૌ નજીકના સિંઘોડી અને પિંગ્લેશ્વર વચ્ચેના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ જ્યારે કોઠારા પોલીસને ખીદરત બેટ પાસેથી ચરસના 20 પેકેટ મળી આવ્યા હતા. તારીખ 17મી ઓગસ્ટના સ્ટેટ IB, NIU,જખૌ પોલીસ અને MTFની સયુંકત કામગીરી દરમિયાન અબડાસા તાલુકાનાં પીંગ્લેશ્વર નજીકના દરિયાઈ કાંઠા પરથી ચરસના 10 પેકેટ અને એક વિસ્ફોટક સેલ મળી આવ્યો છે. તારીખ 18 મી ઓગસ્ટ એટલે કે આજે જખૌ મરીન પોલીસને રાત્રે પેટ્રોલિંગ દરમિયાન શેખરણ ટાપુ પરથી ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા.

  1. Surat Crime : સુવાલી બીચ પરથી અફઘાની ચરસ મળ્યું, પહેલીવાર દરિયા માર્ગે ચરસની હેરાફેરી પકડાતાં એટીએસ તપાસ કરશે
  2. Ahmedabad Crime: 71 હજારની કિંમતના ચરસ સાથે યુવક ઝડપાયો, તપાસમાં ખુલી આ મોટી વાત

ABOUT THE AUTHOR

...view details