કચ્છ :સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ બન્યા છે. ત્યારે ગઈકાલે કચ્છના જખૌ બંદર ઇબ્રાહિમ પીર બેટ પાસેથી બિનવારસુ ચરસના 2 પેકેટ (Charas From Kutch) મળી આવ્યા હતા. આજે મોટી સિંધોડી દરિયા કિનારે ફરી ચરસના 2 પેકેટ મળી આવતા દોડધામ મચી ગઈ છે.
IBના પેટ્રોલિંગમાં દરમિયાન પેકેટ મળ્યા -કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ખાસ કરીને ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો તેમજ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. ઉપરાંત પાકિસ્તાની બોટો અને માછીમારો પણ ઝડપાયા છે. ત્યારે સ્ટેટ IB ના અધિકારી દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મોટી સિંધોડી દરિયા કિનારે બિનવારસી (Unclaimed Charas in Kutch) હાલતમાં જખ મંદિર પાસેથી ચરસના બે પેકેટ મળી આવ્યા છે.
પેટ્રોલિંગ દરમિયાન ચરસના 2 પેકેટ મળી આવ્યા -ઉલ્લેખનીય છે કે કચ્છના દરિયાઈ સીમા પાસેથી લાંબા સમય બાદ 4 દિવસ અગાઉ લકી ક્રિકમાંથી પણ ચરસના 2 પેકેટ મળી આવતા વિવિધ એજન્સી અને BSF દ્વારા સર્ચ હાથ ધર્યું હતું. ત્યારે ગઈ કાલે BSFની ટુકડીને જખૌ બંદરના ઇબ્રાહિમ પીર બેટ પાસેથી ચરસના 2 પેકેટ મળી આવ્યા હતા.તો આજે સ્ટેટ આઈ.બીના અધિકારીઓને ચરસ મળી આવ્યું હતું. અગાઉ પણ આ વિસ્તારમાંથી ચરસના (Charas were found from Ibrahim Peer) પેકેટ મળી આવ્યા છે તેવા જ પેકેટ મળી આવ્યા છે.
આ પણ વાંચો : આ પણ વાંચો:Cannabis seized from Mundra Port : ઝડપાયેલા હાઈડ્રોપોનિક ગાંજાની આંતરરાષ્ટ્રીય કિંમત 22 કરોડ રૂપિયા આંકવામાં આવી