કચ્છ: સ્ટેટ આઇબીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન કુડા બી.એસ.એફ. બી.ઓ.પી.થી રાપરના લોદ્રાણી તરફ જતા આશરે 300 મીટર જેટલા અંતરે એક શંકાસ્પદ શખ્સ કાળા કલરની કોલેજ બેગ સાથે લોદ્રાણી તરફ જતો જોવા મળેલ હતો. જે ઇસમને તેનુ નામ પુછતાં તમિલનાડુનો દિનેશ લક્ષ્માન તેવર હોવાનું જણાવ્યું હતું. સ્ટેટ આઈ બી દ્વારા પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલ પરંતુ શખ્સ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યા ન હતા. જેથી આ શખ્સની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને આગળ જે જગ્યાએ જવુ હોઇ ત્યા ઉતારી દેશુ એવું જણાવીને સ્ટેટ આઈ બી દ્વારા વાતોમાં વ્યસ્ત રાખીને બાલાસર પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યું હતું.
પ્રાથમિક તપાસ શરૂ:શંકાસ્પદ શખ્સ પાસેથી અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. રાપરના બાલાસર પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.ઓ. પ્રકાશભાઇ દેલહાણીયા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ ફરજ પર હાજર હોતા શખ્સ શંકાસ્પદ પરિસ્થિતિ મળી આવેલ હોતા તેની પ્રાથમિક તપાસ શરૂ કરતાં શખ્સ પાસે રહેલ કાળા કલરનો V-ONE કંપનીનો ખાનાવાળો કોલેજ બેગની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી વિવિધ વસ્તુઓ મળી આવી હતી. બેગમાંથી મળી આવેલ માલસામાન 1)સફેદ કલરના નોટબુક પાના પર ભારતીય ક્ષેત્રના અંગ્રેજીમાં ધોળાવીરા, અમરાપર, લોદ્રાણી, બાલાસર, દેશલપર, વમોટી, તેમજ પાકિસ્તાની ક્ષેત્રના નગરપારકર, અલીગામ, ઇસ્લામકોટ, હૈદરાબાદ દહેરલાઇ, કાસ્બો, સુરાચંદ સહિત પાકિસ્તાનનો દર્શાવતો હાથથી બનાવેલ નકશો.
જુદા જુદા દરની ભારતીય ચલણી નોટ નંગ
રૂ.500/- ના દરની ભારતીય ચલણ નોટ નંગ-14 કુલ્લ રૂ.7000/-
રૂ.200/- ના દરની ભારતીય ચલણ નોટ નંગ-13 કુલ્લ રૂ.2600/-
રૂ.100/- ના દરની ભારતીય ચલણ નોટ નંગ-4 કુલ્લ રૂ.400/-
રૂ.50/- ના દરની ભારતીય ચલણ નોટ નંગ-1 કુલ્લ રૂ.50/-
રૂ.20/- ના દરની ભારતીય ચલણ નોટ નંગ-2 કુલ્લ રૂ.40/-
રૂ.10/- ના દરના ભારતીય ચલણ સિક્કા નંગ-3 કુલ્લ રૂ.30/-
રૂ.05/- ના દરના ભારતીય ચલણ સિક્કા નંગ -2 કુલ રૂ.10/-
રૂ. 02/- ના દરના ભારતીય ચલણ સિક્કા nang-2 કુલ રૂ.4/-
3) નોટબુક
4)ઇન્ડીયન બેંકનું ડેબીટ + પ્રિપેડ પ્લેટીનીયમ કાર્ડ
5)લાકડાના હાથા વાળી ચાકુ નંગ -1
6) યુ પાંડીયન બાંગ્લેશ,33 રંગનાથન સ્ટ્રીટ, તા.નાગર ચેન્નઇ - નું બીલ l
7) ફુડ પેકેટ મેથી થેપલા
8)ભારતીય પાસપોર્ટ PERIYASAMY DINESH LAKSHMANAN રહે- 11/10 મીન નગર, ચિન્નામાનુર, થેની તામીલનાડુના નામનો તથા
9)પાનકાર્ડ નંબર ઓરીજનલ
10)ઝેરોક્ષ નકલ આધાર કાર્ડ
11)પ્લાસ્ટીકના પારદર્શક ઝબલામા નટ બોલ્ટ ખોલવાનું પાનુ
12) ડાયમંડકંપનીનું સાયકલ ટ્યુબ સોલ્યુશન
13) પંચર બનાવવા માટે ટાયર ખોલવા ઉપયોગમાં લેવામાં આવતા BALUAN કંપનીના કાળા પ્લાસ્ટીકના હાથા વાળા ડીસમીસ
14)પંચર બનાવવા માટે ઉપયોગમાં લેવાતી PEARL PATCH A-1 સીટ નંગ-03 (ટીકડી નંગ -12)
15)પાણીની બોટલ
16)ટોપરાના તેલની નાની ખાલી સીસી ઢાંકણા વગરની
17)સફેદ કલરની ટોપી
18) વેન્યુશ કંપનીની લાલ કલરના પ્લાસ્ટીકના હાથાવાળુ પકડ
19)દોરી જેની લંબાઇ આશરે – 24 ફુટ
20)એચ. ડી.એફ.સી. કંપનીનું ઇન્ડીસોફ્ટ પ્લેટેનીયમ ઇન્ટર નેશનલ ડેબીટકાર્ડ
21)નાની કાતર.
22)સીટી યુનિયન બેંકનું પ્લેટેનિયમ ડેબીટ કાર્ડ
23) ઇન્ડીયન ડ્રાઇવિંગ લાયસન્સ (તમીલનાડુ)
24) રેલ્વેની ચેન્નઇથી છત્રપતિ શિવાજી મહા. ટર્મિ.મુંબઇની ટિકિટ
25) રેલ્વે પ્લેટફોર્મ ટીકિટ વેસ્ટર્ન રેલ્વે અમદાવાદ તથા મુંબઇ સુરેન્દ્રનગર સુધીની વેસ્ટર્ન રેલ્વે ટીકિટ.
26)તમીલનાડુ સરકારી બસની ટીકિટ
27) કોલગેટ એક્ટીવ સોલ્ટ ટુપેસ્ટ નંગ-01 રૂ.20/- વાળી
28) સફેદ હાથ રૂમાલ નંગ-02 જેના પર બ્લુ- સફેદ સ્ટીકર પર હેન્કિસ સાઇઝ પ્રિન્ટ
29)એક ડાર્ક બ્લ્યુ કલરનું જેકેટ M સાઇઝનું જેના પર L-BR જિન્સ કંપનીનું લેબલ લાગેલ છે.
30) બ્લુ તથા સફેદ ચેક્સ વાળુ લાલ તથા ગુલાબી લાઇનીંગ વાળો ટુવાલ -01
31) સેમસંગ કંપનીનો મોબાઇલ ચાર્જ કરવા માટે ટ્રાવેલ એડેપ્ટર કેબલ
32) સેમસંગ કંપનીનો કાળા કલરનો સિંગલ કેમેરા વાળો મોબાઇલ જેની ડિસ્પ્લે પર સ્ક્રેચના નિશાન છે.
સેન્ટ્રલ એજન્સીઓએ વધુ તપાસ હાથ ધરી:આ શંકાસ્પદ લાગતા શખ્સ પાસેથી મળી આવેલ કોલેજ બેગમાંથી શંકાસ્પદ ચીજવસ્તુ તેમજ પોતાની હાજરી બાબતે સંતોષકારક વિગત જણાવતો ન હોઇ આ શખ્સની યોગ્ય પોલીસ તપાસ થવા બાલાસર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. આ શંકાસ્પદ હાલતમાં ફરતા શખ્સને સ્ટેટ ઇન્ટેલીજન્સ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.સેન્ટ્રલ એજન્સીઓએ તપાસ હાથ ધરી છે અને વધુ પુછપરછ કરવામાં આવી રહી છે.
- Charas was caught from Kutch : કચ્છની દરિયાઈ સીમામાંથી ચરસનો જથ્થો મળી આવ્યો
- Kutch Drug Case : કચ્છની દરિયાઈ સીમામાંથી છેલ્લા એક અઠવાડિયામાં 151 ચરસના પેકેટ મળી આવ્યા