ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં સિંચાઈ કેનાલોની થશે મરામરત, ખેડૂતોને મળશે રાહત - કચ્છના ખેડૂતોને શિયાળુ પાક લેવામાં રાહત

કચ્છઃ કમોસમી વરસાદથી આર્થિક રીતે પડી ભાંગેલા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. આ વર્ષે સારા વરસાદના કારણે નાના સિંચાઈ ડેમ પાણીથી છલોછલ છે. જેથી ખેડૂતોને શિયાળુ પાકમાં સરળતા રહેશે. આ કેનાલોની મરામત માટે રાજ્ય સરકારે રૂપિયા 125 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી છે.

કચ્છમાં સિંચાઈ કેનાલોની થશે મરામરત, ખેડૂતો મળશે રાહત

By

Published : Nov 8, 2019, 1:04 PM IST

સારા વરસાદના કારણે નાની સિંચાઈના તમામ ડેમમાં ખેતી અનુરૂપ પાણી એકત્ર થયું છે. જેથી ખેડૂતોને શિયાળુ પાકની સિંચાઈ વખતે રાહત રહેશે. રાજ્ય સરકાર દ્વારા 125 કરોડની ગ્રાન્ટ કચ્છ જિલ્લા પંચાયતને ફાળવવામાં આવી છે. જે બદલ સિંચાઈ સમિતિના અઘ્યક્ષ ભાવનાબા જાડેજાએ મુખ્યપ્રધાનનો આભાર માન્યો હતો.

કચ્છમાં સિંચાઈ કેનાલોની થશે મરામરત, ખેડૂતો મળશે રાહત

મળતી માહિતી પ્રમાણે, ગ્રાન્ટમાંથી 49 ટેન્ડર મંજૂર કરાશે, જેની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવી હતી. નખત્રણા તાલુકામાં 10 કેનાલ, ભુજ તાલુકામાં 4 કેનાલ, માંડવી તાલુકામાં 7 કેનાલ, મુંદ્રામાં 2 કેનાલ અને અંજાર તાલુકાના વરમોસડીની કેનાલની મરામત કરવામાં આવશે. જેમાંથી 21 કામોને વહેલી તકે પૂરા કરવામાં આવશે. આમ, ખેડૂત પરથી નુકસાનીનો ભાર ઓછો કરવા તંત્ર દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details