કચ્છમાં ST બસના 53 રૂટ શરૂ, જિલ્લા બહાર રાજકોટની બસ રવાના થઈ - એસટી ના વિભાગીય નિયામક સીડી મહાજન
કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં લોકડાઉન -4 સાથે અપાયેલી વિવિધ છૂટછાટને પગલે કચ્છમાં ST બસોનું પરિવહન શરૂ કરી દેવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં હાલમાં 53 રૂટ શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે કન્ટેન્ટમેન્ટ ઝોન નલિયા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કચ્છ એસટી બસ
કચ્છ : STના વિભાગીય નિયામક સીડી મહાજને માહિતી આપતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં તાલુકા મથકોને જોડતા 53 રૂટ શરૂ કરી દેવાયા છે. આ સાથે જિલ્લા બહાર એકમાત્ર રાજકોટ રૂટ શરૂ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં વધુ રૂટ પણ શરૂ કરવામાં આવશે. આ તમામ રૂટ શરૂ કરતા પહેલા તમામ બસોને સેનિટાઇઝર કરવામાં આવી છે, અને તમામ નિયમોનું પાલન ચુસ્તપણે કરાઇ રહ્યું છે. ખાસ કરીને બસ મથકમાં પ્રવેશતા પ્રવાસીનું થર્મલ સ્કેનિંગ અને માસ્ક તેમજ સામાજિક અંતરના નિયમનું પાલન કરાઇ રહ્યું છે.