કચ્છ: જિલ્લો પોતાની અનોખી પરંપરા સાથે અનોખી લોકબોલી કચ્છી ભાષા પણ ધરાવે છે, કચ્છમાં મોટા ભાગે ઘરે ઘરે કચ્છી ભાષાનો ઉપયોગ સવિશેષ રહે છે. આ સ્થિતિમાં શિક્ષણ મેળવતા સ્થાનિક વિદ્યાર્થીઓ અને કચ્છી ભાષા ન જાણતા શિક્ષકો વચ્ચે અનેક સમસ્યાઓ ઉભી હતી. ભાષાનો અંતરાય શિક્ષણને પણ અસર કરતો હતો. જેના પગલે કચ્છના શિક્ષણ વિભાગે આ મોબાઇલ એપ બનાવવાનો નિર્ધાર કર્યો હતો.
કચ્છમાં ઓનલાઇન લર્નિંગ સાથે સ્થાનિક ભાષાનો સંવાદ સાધવા શિક્ષણ વિભાગે બનાવી ખાસ મોબાઇલ એપ - શિક્ષણ વિભાગ
સામાન્ય જનજીવનમાં માતૃભાષા સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે અને તેના થકી જ સંસ્કાર સંસ્કૃતિ અને શિક્ષણનું ઘડતર થાય છે. કોરોના મહામારી વચ્ચે હોમ લર્નિંગ ચાલી રહ્યું છે, ત્યારે કચ્છ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં સ્થાનિક કચ્છી ભાષામાં રહેતા બાળકો અને શિક્ષકો વચ્ચે ઉભી થતી પરેશાનીઓને દુર કરવા કચ્છ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા કચ્છી અને ગુજરાતી ભાષા વચ્ચેના સંવાદને એક મોબાઈલ એપ બનાવાઈ છે. જેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
Breaking News
કચ્છ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન છાંયાબેન ગઢવીએ જણાવ્યું હતું કે, કચ્છી ભાષાના શબ્દો અને ગુજરાતી ભાષાના શબ્દો વચ્ચેના અનેક ગણા ફરકને પગલે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મૂંઝવણ અનુભવતા હતા. આ નવી મોબાઇલ એપ વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે મદદરૂપ બની રહેશે.