ગુજરાત

gujarat

By

Published : Jun 4, 2021, 2:19 PM IST

ETV Bharat / state

દક્ષિણ પશ્ચિમી કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલે ભુજ તથા નલિયા એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી

દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ સંદીપસિંહે ગુજરાતમાં નલિયા અને ભુજ ખાતે એર ફોર્સ બેઝની મુલાકાત લીધી હતી. એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફે આ એર ફોર્સ બેઝ ખાતે પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમને આ ક્ષેત્રમાં પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી

દક્ષિણ પશ્ચિમી કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલે ભુજ તથા નલિયા એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી
દક્ષિણ પશ્ચિમી કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલે ભુજ તથા નલિયા એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી

  • એર માર્શલે ભુજ તથા નલિયા એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી
  • શ્રેષ્ઠ કામગીરી કરનારા યુનિટ્સને ટ્રોફી એનાયત કરાઈ
  • કોવિડ-19 મહામારી સામે લડવા માટે તમામ પગલાં લેવા માટે અનુરોધ કરાયો

કચ્છ: દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ સંદીપસિંહે ગુજરાતમાં નલિયા અને ભુજ ખાતે એર ફોર્સ બેઝની મુલાકાત લીધી હતી. સંબંધિત બેઝ કમાન્ડર્સ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો:કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયાએ જામનગર એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી

એર માર્શલ દ્વારા વિવિધ શ્રેણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા યુનિટ્સને ટ્રોફી એનાયત કરાઈ

એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફે આ એર ફોર્સ બેઝ ખાતે પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમને આ ક્ષેત્રમાં પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે વિવિધ પરિચાલન યુનિટની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રની આકાશી સરહદોની સુરક્ષા કરવા માટે આ મહત્વપૂર્ણ એર ફોર્સ બેઝ ખાતે તેમના દ્વારા નિભાવવામાં આવતી ભૂમિકાની પ્રશંસા કરી હતી. એર માર્શલે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ હેઠળ વિવિધ શ્રેણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા યુનિટ્સને ટ્રોફી એનાયત કરી હતી.

આ પણ વાંચો:SWAC 87માં એરફોર્સ દિવસની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉજવણી

કોવિડ-19 મહામારી સામે લડવા માટે તમામ પગલાં લેવા માટે અનુરોધ કરાયો

આ મુલાકાત દરમિયાન, એરમાર્શલે નલિયા અને ભુજ ખાતે કોવિડ-19 મહામારીને અનુલક્ષીને અપનાવવામાં આવેલા માપદંડોની પણ સમીક્ષા કરી હતી. એરમાર્શલે તમામ કર્મીઓને તેમની પરિચાલન તૈયારીઓ વધારવા માટે અને કોવિડ-19 મહામારી સામે લડવા માટે તમામ પગલાં લેવા માટે સખત પરિશ્રમ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે મહામારીનું વ્યવસ્થાપન માટે આ બેઝ દ્વારા નાગરિક પ્રશાસકોને આપેલા સહકાર બદલ તેમની પ્રશંસા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details