ભુજઃ વર્તમાન આધુનિક યુગમાં ઊર્જાની જરૂરિયાત વધી છે. આથી તેને પહોંચી વળવા (Use of solar panels to meet energy needs) સૌર ઊર્જા એક સરળ વિકલ્પ હોવાથી લોકોમાં પણ સૌર ઊર્જા (Solar Panel in Bhuj) પ્રત્યે જાગૃતિ (People Awareness for solar energy) આવી છે. તેના કારણે લોકો સૌર ઊર્જા તરફ વળી રહ્યા છે. કચ્છ જિલ્લામાં પણ 35.3 મેગાવોટનું સૌર ઊર્જા ઉત્પાદિત થઈ રહી છે. તેવામાં ભુજ સર્કલના 5,150 ઘરોની અગાશીઓમાં ઘર વપરાશ માટે સોલાર સિસ્ટમ (Solar panels installed in houses of Bhuj circle) લગાડવામાં આવી છે.
સરકારે પણ ગ્રીન એનર્જી ઉત્પાદન પર મૂક્યો ભાર -મુખ્યત્વે કોલસામાંથી ઉત્પન્ન થતી વીજળીને કારણે પર્યાવરણને નુકસાન થાય છે. આથી સરકારે રાજ્યમાં ગ્રીન એનર્જી ઉત્પાદન (Green energy production) પર વધુ ભાર મુક્યો છે. આ માટે સરકારે સૌર રૂફટોપ યોજના (Government solar rooftop scheme) અમલમાં મુકી છે. આ યોજના શરૂ થઈ ત્યારથી લઈ અત્યાર સુધીમાં ભુજ સર્કલમાં 5150 ઘરોમાં વપરાશ માટે સોલાર સિસ્ટમ લગાડવામાં આવી હોવાનું PGVCLની કચેરી (Solar panels installed in houses of Bhuj circle) ખાતેથી જાણવા મળ્યું છે.
ભુજ સર્કલના 5150 ઘરમાં ઘર વપરાશ માટે સોલાર સિસ્ટમ -ગુજરાત સરકારે ગ્રીન એનર્જીના ઉપયોગને (Green energy production) પ્રોત્સાહન આપવા અને પરંપરાગત ઉર્જાને ઘટાડવા માટે સૌર ઉર્જા નીતિ હેઠળ ગુજરાત રેસિડેન્શિઅલ સોલાર રૂફટોપ યોજના (Government solar rooftop scheme) વર્ષ 2018-19થી શરૂ કરી છે. આ યોજનામાં સોલાર પેનલના સ્થાપન અને જાળવણી માટે સબસિડી અપાય છે. એક તરફ ફયૂલની કિંમત પ્રતિદિન વધી રહી છે. તેના કારણે વીજળીની ખપત વધવાના કારણે કિંમતમાં પણ ભારે વધારો ઝિંકવામાં આવી રહ્યો છે. રૂફટોપ સોલાર પીવી પેનલ્સ ઈમારતોને વીજળી પૂરી પાડતી હોઈ ગ્રીડમાંથી ઓછી વીજળી ખરીદવાની જરૂર રહે છે, જેનાથી ઉર્જા ખર્ચમાં બચત થાય છે.