ગુજરાત

gujarat

ETV Bharat / state

SOGએ ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા - drugs quantity seized in Kutch

પશ્ચિમ કચ્છ SOG દ્વારા ચરસ તેમજ મેફેડ્રોન ડ્રગ્સનો (drugs quantity seized in Kutch) જથ્થા સાથે ત્રણ આરોપીઓને પકડી પાડતા ફફડાટ મચી ગયો હતો. જેને લઈને NDPS એક્ટ તળે ગુનો નોંધી (Drugs case in Kutch) કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (Sog West Kutch)

ફરી SOGએ ત્રણ આરોપીઓને સાથે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો
ફરી SOGએ ત્રણ આરોપીઓને સાથે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો

By

Published : Nov 18, 2022, 4:38 PM IST

કચ્છ : રાજ્યમાં માદક પદાર્થોની હેરાફેરી અટકવાનું નામ નથી લેતું. દર થોડા દિવસે (drugs quantity seized in Kutch) મોરબી, કચ્છ, દક્ષિણ ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાંથી ચરસ, ડ્રગ્સ જેવા પદાર્થો પકડાઈ રહ્યા છે, ત્યારે ફરી એકવાર કચ્છમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે. પશ્ચિમ કચ્છ SOGએ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. (Sog West Kutch)

પશ્ચિમ કચ્છ SOG

ત્રણ આરોપીઓ પાસેથી માદક પદાર્થ કબ્જે કરાયોપશ્ચિમ કચ્છ SOGના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ભોલા પાસેથી મળતી માહિતી અનુસાર, ગઇકાલ SOGના પોલીસ હેડ કોન્ટેબલ મદનસિંહ લાલુભા જાડેજાને ખાનગી રાહે મળેલી બાતમી મુજબ શેખપીર ત્રણ રસ્તા પરથી આરોપીઓ ગેરકાયદેસર રીતે માદક પદાર્થની હેરફેર કરી રહ્યા હતા. જેમને પશ્ચિમ કચ્છ SOG દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા, ત્યારે બાદ માદક પદાર્થ અને મુદ્દામાલ સહિતનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. (Drugs case in Kutch)

ઝડપાયેલ મુદ્દામાલ અને આરોપીઓSOGએ જપ્ત કરેલા 96.1 ગ્રામ માદક પદાર્થ મારીજુઆના-હસીસ-ચરસ કિંમત 96,100 તેમજ 0.7 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત 7,000, સ્વીફ્ટ કાર કિંમત 5,00,000, રોકડા રૂ.2170 અને 4 મોબાઇલ કિંમત 1,20,000 મુદ્દામાલ પશ્ચિમ કચ્છ SOG દ્વારા કુલ 7,25,270 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી કબજે કર્યો છે. મામદ ઉર્ફે નવાબ ગુલામહુશેન સુમરા, આસીફ કાસમ સમેજા અને દિનેશ લવકુમાર આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ વિરૂધ્ધ NDPS એક્ટ હેઠળ પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (Drug trafficking in Kutch)

ચૂંટણી પર કડક સુચના ઉલ્લેખનીય છે કે, હાલમાં ગુજરાત રાજયમાં વિધાનસભા ચૂંટણીના સમયે આદર્શ આચારસંહિતા અમલમાં છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવી છે. જે અંતર્ગત NDPSની પ્રવૃત્તિ સાથે જોડાયેલા આરોપીઓ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details