કંડલા પોર્ટની વૈધશાળાના જણાવ્યાં પ્રમાણે હાલે બંદર પર અગમચેતી માટે 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. જો કે, હજુ કંઈ પણ કહેવું વહેલું છે. વાવાઝોડાની સક્રિયતા પર નજર રખાઈ રહી છે. સમયાંતરે આ બાબતે સ્પષ્ટ માર્ગદર્શન મળશે તે મુજબ કાર્યવાહી કરાશે.
'કયાર' વાવાઝોડાની શકયતાને પગલે કંડલા પોર્ટ પર બે નંબરની સિગ્નલ - 300 km from Maharashtra 'Kyaar' thunderstorm active in distant seas
કચ્છ: મહારાષ્ટ્રથી 300 કિ. મી દુર દરિયામાં 'કયાર' વાવાઝોડું સક્રિય થવાને પગલે સાવચેતી આંરભી દેવામાં આવી છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા ઉપરાંત કચ્છ બંદરો પર સુરક્ષા અને અગમચેતી માટે બે નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે.
!['કયાર' વાવાઝોડાની શકયતાને પગલે કંડલા પોર્ટ પર બે નંબરની સિગ્નલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4868397-thumbnail-3x2-kutch.jpg)
etv bharat
આ દરમિયાન વૈધશાળાના સુત્રોના જણાવ્યાં અનુસાર મહારાષ્ટ્રથી 300 કિ.મી. દુર 'કયાર' વાવાઝોડું હજુ મજબુત થઈ રહ્યું છે અને આગામી દિવસોમાં તેની શકિત અને દિશા સ્પષ્ટ થઇ જશે. હાલ વૈધશાાળાઓ તેના પર સતત નજર રાખી રહી છે. શકયતા મુજબ દક્ષિણ પચ્છિમ દિશાથી આ વાવાઝોડું નોર્થ તરફ ફંટાઈને ઓમાન તરફ જતું રહે તેવી શકયતા છે. જો કે, હાલે કંઈ પણ અનુમાન લગાવવું વહેલું છે.