ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના પુસ્તકાલયમાં જોવા મળ્યો સ્વચ્છતા અને સેવાનો અનોખો સંગમ, વાંચનપ્રેમીઓને જલસા - campaign for book lovers

કચ્છના ભુજમાં શ્રી ભૂતનાથ સાર્વજનિક પસ્તકાલય (Shri Bhutnath Public Library) અને પુસ્તક પરબે (Pustak Parab in Kutch) અનોખી સેવા શરૂ કરી છે. આ પુસ્તકાલયે દિવાળીની સફાઈ દરમિયાન એમને એમ પડી રહેલા પુસ્તકો પસ્તીમાં આપવાની જગ્યાએ તેમને આપવા અપીલ કરી છે.

કચ્છના પુસ્તકાલયમાં જોવા મળ્યો સ્વચ્છતા અને સેવાનો અનોખો સંગમ, વાંચનપ્રેમીઓને જલસા
કચ્છના પુસ્તકાલયમાં જોવા મળ્યો સ્વચ્છતા અને સેવાનો અનોખો સંગમ, વાંચનપ્રેમીઓને જલસા

By

Published : Oct 19, 2022, 10:19 AM IST

ભૂજ (કચ્છ)સારા પુસ્તકો જેવો કોઈ કાયમી મિત્ર નથી અને સારા પુસ્તકો લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરવું એ પણ એક શ્રેષ્ઠ કાર્ય છે, જે ભૂજના શ્રી ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી ભૂતનાથ સાર્વજનિક પુસ્તકાલય અને પુસ્તક પરબ (Pustak Parab in Kutch) દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાલમાં દિવાળી સફાઈ દરમિાયન (Diwali Festival) સૌના ઘરમાં વાંચ્યા પછી એમને એમ પડી રહેલા પુસ્તકો પસ્તીમાં ન આપતા ભુજના શ્રી ભૂતનાથ સાર્વજનિક પુસ્તકાલયને આપવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે.

પુસ્તક પરબે વિનામૂલ્યે વાંચનપ્રેમીઓ સુધી પહોંચાડ્યા પુસ્તકો

પુસ્તકાલયમાં 8,000 જેટલા પુસ્તકો સંગ્રહિતપુસ્તક પરબ (Pustak Parab in Kutch) અને સાર્વજનિક પુસ્તકાલય સાથે સંકળાયેલા હીનાબેન ત્રિપાઠીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષ 2013માં પુ. ધનજી ભગત તરફથી મળેલા 250 પુસ્તકો અને અજિત પરમાર તરફથી મળેલા 500 પુસ્તકો તેમ જ વિવેક ગ્રામ પ્રકાશન વી.આર.ટી.આઇ તરફથી મળેલા 300 પુસ્તકો અને 2 કબાટથી પુસ્તકાલયની શરૂઆત થઈ હતી. ત્યારપછીથી ગુજરાતભરના વિવિધ દાતાઓ, રાજકોટના એક મિત્ર દાતા તેમ જ વિવિધ પ્રકાશન સંસ્થાઓ, પુસ્તક વેચાણ કરતી શહજનંદ ટ્રસ્ટ જેવી સંસ્થાઓ અને ગુજરાતભરના સાહિત્યકાર અને સાહિત્યપ્રેમી, પુસ્તકપ્રેમી, મિત્રો તરફથી મળતા ભેટ પુસ્તકોથી આજે પુસ્તકાલયમાં 8,000 જેટલા પુસ્તકો સંગ્રહિત છે.

પુસ્તક પરબે વિનામૂલ્યે વાંચનપ્રેમીઓ સુધી પહોંચાડ્યા પુસ્તકો"પુસ્તક પરબ" એટલે જ્ઞાનપિપાસા, વાચન, પુસ્તકોની તૃપ્તિ કરાવતું અભિયાન. પુસ્તકાલયોમાંથી પુસ્તકો પ્રાપ્ત કરવા એ બધાને માટે સહજ કામ નથી હોતું. પુસ્તક પરબ બધાને એક સરખી રીતે આવકારે છે. કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના આ પુસ્તક પરબમાંથી (Pustak Parab in Kutch) પુસ્તકો લઇ જઈ શકાય છે.

350 જેટલા જૈન સાહિત્યના પુસ્તકો જૈન સ્ટડી સેન્ટરના પુસ્તકાલયને અર્પણ

વર્ષ 2017થી થઈ હતી શરૂઆતવર્ષ 2017થી પુસ્તક પરબ (Pustak Parab in Kutch) પ્રવૃત્તિની શરૂઆત કરવામાં આવી હતી. એમાં આ 5 વર્ષમાં પુસ્તકપ્રેમી પાસેથી મળી રહેલા નવા તેમજ વંચાયેલા 25,000 જેટલા પુસ્તકો પુસ્તક પરબ દ્વારા વિનામૂલ્યે વાંચનપ્રેમીઓ સુધી પહોંચાડવામાં આવ્યા છે. તો હજારોની સંખ્યામાં અત્યાર સુધી પુસ્તકો એકત્રિત કરવામાં આવ્યા છે તથા પુસ્તક શોખીનોને વાંચન અર્થે વિતરણ પણ કરવામાં આવ્યા છે.

350 જેટલા જૈન સાહિત્યના પુસ્તકો જૈન સ્ટડી સેન્ટરના પુસ્તકાલયને અર્પણવધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, આ પુસ્તક પરબની (Pustak Parab in Kutch) અને પુસ્તકાલયની મુલાકાત સમયે સમયે સુજ્ઞ સાહિત્યકાર, મોટિવેશનલ વક્તાઓ, કથાકારો લઈ રહ્યા છે અને પ્રેરણાબળ પૂરું પાડીને સંસ્થાની પ્રવૃત્તિને બિરદાવી રહ્યા છે .હાલમાં જ આ પુસ્તક પ્રવૃત્તિ દ્વારા એકઠા થયેલા 350 જેટલા જૈન સાહિત્યના પુસ્તકોનું કચ્છ યુનિવર્સિટી (Kutch University) દ્વારા શરૂ કરાયેલા જૈન સ્ટડી સેન્ટરના પુસ્તકાલયને અર્પણ કરવામાં આવ્યા છે.

દિવાળીની સફાઈ દરમિયાન એકઠાં કરાયેલા પુસ્તકો વાંચનપ્રેમી સુધી પહોંચાડવામાં આવે છેદિવાળીની સાફસફાઈ દરમિયાન એકઠાં કરાયેલા પુસ્તકો વ્યવસ્થિત શોર્ટિંગ કરીને પુસ્તકાલયમાં રાખવા આવી રહ્યા છે. તેમ જ અન્ય પુસ્તકો પુસ્તક પરબ દ્વારા વાંચનપ્રિય લોકો સુધી પહોંચતા કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પણ કેટલીય શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક સંસ્થાઓમાં પણ સમયે સમયે પુસ્તકો આપતા રહીએ છીએ. સાથે સાથે આ વર્ષથી વિદ્યાર્થીઓને ઉપયોગી એવા એજ્યુકેશનલ પુસ્તકો અલગથી પુસ્તકાલય તેમ જ પુસ્તક પરબ શરૂ કરવામાં આવશે તેવું પુસ્તક પરતના સંચાલક હીનાબેન ત્રિપાઠીએ જણાવ્યું હતું.

100થી પણ વધારે વર્ષ જૂના અલભ્ય પુસ્તકોનો સંગ્રહશ્રી ભૂતનાથ સાર્વજનિક પુસ્તકાલય (Shri Bhutnath Public Library) ખાતે અલભ્ય પુસ્તકો, શૈક્ષણિક પુસ્તકો, કવિતા સંગ્રહ, નવલકથા સંગ્રહ, ધાર્મિક પુસ્તકો, મોટીવેશનલ પુસ્તકો વગેરે જેવા જુદી જુદી પ્રકારના પુસ્તકો અહીં એકત્રિત કરવામાં આવ્યા છે. ઉપરાંત દિવાળીની સાફસફાઈમાં મળી આવતા અમુક પુસ્તકો તો 100થી વધારે વર્ષ જૂના હોય છે અને તેની હાલત પણ સારી નથી હોતી, પરંતુ લોકો અન્ય વાંચન શોખીનો તેને વાંચી શકે તેના માટે અહીં મોકલતા હોય છે. તો આગામી સમયમાં જૂના પુસ્તકોને સ્કેન કરી અને તેને PDF fileમાં રૂપાંતરિત કરીને સંગ્રહિત કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details