કચ્છભુજ-નખત્રાણા હાઇવે પર અને ભુજથી 34 કી.મી.અને નખત્રાણાથી 16 કી.મી.ના અંતરે નખત્રાણા તાલુકામાં આવેલ પુઅરેશ્વર મહાદેવનું મંદિર લાખાડીની હદમાં આવેલું છે. સદીઓ જૂનું આ મંદિર જર્જરિત થતુ જાય છે. નવમી સદીમાં નિર્માણ પામેલું પુઅરેશ્વર મહાદેવનું ખૂબ જ પ્રાચીન મંદિર (9th century Puareshwar Mahadev temple ) આવેલું છે. અંદાજિત 1200 વર્ષ જૂના પૌરાણિક ઈતિહાસ જોઈએ તો નવમી સદીમાં રાવ પુંઅરા નામના મહારાજાએ બનાવેલું છે. દ્રવિડ અને નાગર શૈલીનું સ્થાપત્ય ધરાવતું આ મંદિર કચ્છમાં જૂનામાં જૂનું મંદિર હોવાનું માનવામાં આવે છે. કચ્છનું પ્રાચીન મંદિરર કચ્છના હજારો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. શ્રાવણ 2022 ના (Shravan 2022)દિવસોમાં ભક્તો મંદિરની જીર્ણ દશાથી દુઃખી થઇ રહ્યાં છે.
મંદિરનો ઇતિહાસ લોકકથા મુજબ પુઅરેશ્વર મહાદેવનું આ મંદિર ઇ.સ.નવમી સદીનું ( 9th century Puareshwar Mahadev temple ) બનેલું છે. તે વખતના નજીકના પદ્ધર ગઢના સ્થાપક રા-પુઅરા રાજાએ બનાવેલ તેથી તેનું નામ પુઅરેશ્વર પડયું કહેવામાં આવે છે. બીજી દંતકથા પ્રમાણે રા-પુઅરાની સગાઈ સિંધ પ્રાંતમાં થયેલી. જેમનાથી સગાઈ થઈ એવા રાણી પરમ શિવભક્ત હતા અને તે પોતાના ભગવાન શિવને મુકીને જવા માંગતા ન હતા. તેથી તેમણે રાજા સામે એવી વાત મુકેલી કે ભગવાન શિવ તેમની સાથે આવશે તો જ લગ્ન કરશે. રાણીના લગ્ન થયા અને શિવ મંદિર રાણીની વેલ પાછળ આવવા લાગ્યું. જ્યારે પદ્ધર ગઢ પહોંચ્યા તો ત્યાં જોયું કે ગઢનો દ્વાર નાનું હતું અને મંદિર વિશાળ હતું. એટલે રાણીને લાગ્યું કે, આ મંદિર અંદર આવશે કે કેમ? એટલે રાણીએ પાછું વળીને જોયું. એટલે કહેવાય છે કે, મંદિર પદ્ધર ગઢથી બહાર જ રહી ગયું.
મંદિર એકદમ જર્જરિત હાલતમાં હોવા છતાં પણ આજે અડીખમ 2001ના ગોઝારા ભૂકંપ બાદ પણ મંદિર (9th century Puareshwar Mahadev temple ) જર્જરિત હાલતમાં ઉભું છે. શિવલિંગને કોઈપણ જાતનું નુકસાન થયેલ નથી.સરકાર દ્વારા ગુજરાતના હેરિટેજ મંદિર ( Heritage Temples in Gujarat ) તરીકે જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ પુરાતત્વ વિભાગ ( Department of Archaeology) દ્વારા કોઈ સમારકામ,કાળજી રાખવામાં કે જાળવણી લેવામાં આવતી ન હોવાનું શ્રદ્ધાળુઓ જણાવે છે.