- ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવું જ જોઈએ: ગૌપ્રેમી
- ગાયના દૂધની બનાવટોમાંથી શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે છે
- ગાયનું અસ્તિત્વ હશે તો માનવીનું અસ્તિત્વ રહેશે
કચ્છ: ભારતીય સંસ્કૃતિમાં આમ તો દરેક જીવની ચિંતા કરવામાં આવતી હોય છે ત્યારે ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે તેમજ તેની પૂજા પણ કરવામાં આવતી હોય છે. ત્યારે દેશમાં ગાયને કતલખાને જતા અટકાવવી જોઈએ તથા ગાયની રક્ષા કરવી જોઈએ.
ગાયની રક્ષા માટે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે
દુનિયામાં અનેક પ્રાણીઓ છે પરંતુ આપણે સૌ ગાયને માતા તરીકે માનીએ છીએ. ગૌરક્ષકોનું કહેવું છે કે ગાય એ પહેલેથી જ રાષ્ટ્રીય પ્રાણી છે માત્ર કાગળ પર નથી. પરંતુ આપણે વર્ષોથી ગાયને રાષ્ટ્રીય પશુ જ માનીએ છીએ. ગાયની રક્ષા માટે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે કહી શકાય કે ગાય એ રાષ્ટ્રીય પ્રાણી છે જ.
દેશમાં ગાય છે તો ખેતી છે. ગાય અને ખેતી બંને એકબીજા સાથે સંકળાયેલા છે. ગાય આધારિત ખેતીથી પાકમાં કોઈ રોગ નથી આવતો. અને જો ગાય હશે તો આપને હશું અને જો ગાયનો અસ્તિત્વ ચાલ્યું જશે તો માનવીનું પણ અસ્તિત્વ ચાલ્યું જશે.
ગાયના દૂધ તથા મૂત્રમાંથી અનેક ઔષધિઓ બને છે
ગાયના દૂધમાંથી આપને ઘી બનાવીએ છીએ અનેક ઔષધિઓ બનાવીએ છીએ. આ ઉપરાંત ગાયના ગૌમૂત્રમાંથી પણ અનેક દવાઓ પણ બનાવવામાં આવે છે. ગાયના દૂધમાંથી બનતી બનાવટોથી લોકોની શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે છે અને પૌષ્ટિકતા પણ વધેે છે.
જો ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે તો દરેક ગૌરક્ષકમાં ખુશીની લાગણી ફેલાઇ જશે