કચ્છઃ પેટ્રોલીંગમાં નીકળેલાં પશ્ચિમ કચ્છ એસ.પી સૌરભ તોલંબિયા, ભૂજ ડીવાયએસપી જયેશ પંચાલ સહિતની ટીમે ભુજના શેખપીર નજીક પાંચેક પરપ્રાંતીય શ્રમિકોને અટકાવ્યાં હતા. તેમની પૂછતાછ કરતાં આ યુવકોએ પોતે રાજસ્થાનના વતની હોવાનું અને ભૂજમાં જી.કે. જનરલ હોસ્પિટલ સામે આવેલી એક હોટેલમાં કામ કરતાં હોવાનું જણાવ્યું હતું. લૉકડાઉનના કારણે હોટેલ માલિકે તેમને આશરો આપવાના બદલે હાથ અધ્ધર કરી દેતાં તેમણે પગપાળા રાજસ્થાન જવા પ્રયાણ કર્યું હતું.
કચ્છથી અનેક શ્રમિકોને વતન જતા પોલીસે રોક્યા, જિલ્લામાં સરકારી હોમ શેલ્ટર શરૂ કરાયા - કચ્છમાં લોકડાઉન
લોકડાઉનના કારણે બેકાર બની ગયેલાં પરપ્રાંતીય શ્રમિકોએ હાથમાં બેગ-બિસ્તરાં સાથે પગપાળા જ વતનની વાટ પકડી છે. જો કે, રાજ્ય સરકારે આવા મજૂરોનું સ્થળાંતર અટકાવી સ્થાનિકે જ તેમના રહેવા-જમવાની વ્યવસ્થાનું આયોજન કર્યું છે. કચ્છમાંથી આવા અનેક શ્રમિકોએ પોતાના વતનની વાટ પકડી છે ત્યારે પોલીસે તેમને સમજાવીને સરકારી રહેઠાણ અથવા પોતાના સ્થળે પહોંચતા કરવાની કામગીરી આદરી છે.
એસ.પી સૌરભ તોલંબિયાએ તરત જ હોટેલ માલિક સાથે ફોન પર વાત કરી મજૂરોને આશ્રય આપવા સૂચના આપી જરૂર હોય તો તંત્ર તરફથી અનાજ-રાશનની મદદ મેળવી લેવાનું જણાવી તમામને પરત ભુજ મોકલ્યાં હતા. આ તમામ યુવકોના ફોન નંબર સાથે નામ લખી દેવાયાં છે અને પોલીસ તંત્ર તેમની સાથે સંપર્કમાં રહેશે તેમ તોલંબિયાએ જણાવ્યું છે. એસપીએ ઉમેર્યું કે આજે મુંદરા, પધ્ધર અને અન્ય સ્થળોએથી આ રીતે દોઢસો જેટલાં શ્રમિકનું સ્થળાંતર અટકાવ્યું છે. આ શ્રમિકોને બે ટંક રોટલો મળી તે રહે તે તંત્ર સુનિશ્ચિત કરશે.
ડીવાયએસપી જયેશ પંચાલે ઈટીવી ભારતે જણાવ્યુ હતું કે, શ્રમિકો માટે ભૂજમાં વ્યવસ્થા કરવામાં આવી છે. જે શ્રમિકો જયાં હશે ત્યાં રહેશે. અબડાસામાંથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જવા નિકળેલા શ્રમિકોને સરાકરી બસ મારફતે ફરી તેમને તેેમના સ્થળે પહોંચતા કરી દેવાયા છે. જે શ્રમિકોને મદદની જરૂરી હોય તે પોલીસનો સંપર્ક સાધી શકે છે. બીજી તરફ કચ્છના સાસંદ વિનોદ ચાવડાએ અનુરોધ સાથે તંત્રની વ્યવસ્થાનો લાભ લેવા અનુરોધ કર્ચો છે. જે કોઈ સંસ્થા, વ્યકિત સેવા કરવા આગળ આવે તેઓ તંત્રના સહકાર સાથે સેવા કરે તેવી અપીલ તેમણે કરી છે.