ગુજરાત

gujarat

By

Published : Sep 19, 2022, 4:21 PM IST

ETV Bharat / state

ભુજના ભીડનાકા વિસ્તારમાં ગંદા પાણીનો ત્રાસ, ગટરની ચેમ્બર પાસે બેસીને વિરોધ નોંધાવવો પડ્યો

ભુજ ભીડનાકા વિસ્તારમાં ગટરના પાણીનો ત્રાસ છે. દૂષિત પાણી ફેલાયેલાં રહેતાં લોકોનું ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. દેશલસર તળાવ નજીકના વાડામાં પાણી ભરાતાં અને તેમાં જ ઘાસચારો નખાતાં ગાયો ગંદકીમાં ચારો ચરી રહી છે. ત્યારે સામાજિક કાર્યકર્તાએ ગટરની ચેમ્બર પાસે બેસીને વિરોધ દર્શાવ્યો હતો. Sewage pollution in Bhidnaka area of Bhuj Protest by sitting near sewer chamber

ભુજના ભીડનાકા વિસ્તારમાં ગંદા પાણીનો ત્રાસ, ગટરની ચેમ્બર પાસે બેસીને વિરોધ નોંધાવવો પડ્યો
ભુજના ભીડનાકા વિસ્તારમાં ગંદા પાણીનો ત્રાસ, ગટરની ચેમ્બર પાસે બેસીને વિરોધ નોંધાવવો પડ્યો

કચ્છભુજમાં ભીડનાકા નજીક લાંબા સમયથી ગટરના પાણી ભરાયેલાં ( Sewage pollution in Bhidnaka area of Bhuj )રહેતાં રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તો, દાંડીવાળા હનુમાન મંદિર પાસે પણ ઊબડખાબડ માર્ગ અને તેમાં ભરાયેલાં પાણીથી રાહદારીઓ, દર્શનાર્થીઓ સહિતને ગંદકીની પરેશાની ભોગવવી પડી રહી છે. ઉપરાંત દેશલસર તળાવ નજીક વરસાદી વહેણમાં ગૌવંશો અડધા ડૂબેલી હાલતમાં ઘાસચારો ખાતા નિહાળી અનેક જીવદયાપ્રેમીઓની લાગણી દુભાતી હોય છે. આ બાબતે અનેક રજૂઆતો કરી હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ ઉકેલ ન આવ્યો હોવાનું સામાજિક અગ્રણી મામદ લાખાએ જણાવ્યું હતું.

ભુજના ભીડનાકા વિસ્તારમાં ગંદા પાણીનો ત્રાસભુજનો વોર્ડ નંબર ત્રણ ગટરની સમસ્યાઓનો એપી સેન્ટર ( Sewage pollution in Bhidnaka area of Bhuj )બની ગયું છે. નગર સેવકો વિકાસ કાર્યોમાં નિષ્ફળ ગયા છે તેવું સ્થાનિકવાસીઓ કહી રહ્યા છે. વોર્ડ નંબર 3માં ગટરની સમસ્યા ખૂબ વધી ગઈ છે.ભુજની ગટરલાઈનો છે તે અહીંથી પસાર થઈ રહી છે. દરરોજ અહીં ગટર ઉભરાઈ રહી છે. ગટર ઉભરાવાની સમસ્યાથી અત્યાર સુધી લોકો પરેશાન હતા હવે અબોલા જીવ પણ પરેશાન થયા છે.

વાડામાં પાણી ભરાતાં અને તેમાં જ ઘાસચારો નખાતાં ગાયો ગંદકીમાં ચારો ચરી રહી છે

ભુજમાં ગંદકીમાં ચારો ચરતી ગાયો ગાયો આ વાડામાં ચારો ખાતી હોય છે ત્યારે અહીં ગટર ભરાઈ ( Sewage pollution in Bhidnaka area of Bhuj )જતાં ગાયોના આંચળ ડૂબી જાય તેટલી પરિસ્થતિમાં આ વાડામાં ગટરના પાણીમાં પડેલો ચારો ખાઈ રહી છે. આવા પાણીમાં ચારો ખાઈને લમ્પી રોગ કરતા પણ ભયાવહ બીમારી ફેલાય તો તેની સંપૂર્ણ જવાબદારી ભુજ નગરપાલિકાની રહેશે.

ગાયોને કોઈ બીમારી થઈ તો તેની જવાબદારી ભુજ નગરપાલિકાનીવિકાસના નામે અને ગાયોના નામે ચરી ખાનારા લોકો કેમ આજે ગાયોને આ સમસ્યા ઉભી થઇ છે તો કોઈ યોગ્ય પગલાં ભરતા નથી તે મોટો સવાલ ઉભો કરે છે. છેલ્લા 11 દિવસોથી આવી પરિસ્થતિ છે અને આજ સુધી આ કામ કરવામાં નથી આવ્યું. જો આવી પરિસ્થિતિના લીધે કોઈ બીમારી ઉભી થઇ અને ગાયોને કાંઈ સમસ્યા આવી તો નગરપાલિકા પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવું સામાજિક અગ્રણી મામદ લાખાએ જણાવ્યું હતું.

અનેકવાર રજૂઆત છતાં એ ને એજ પરિસ્થતિવધુમાં સામાજિક કાર્યકર્તા મામદ લાખાએ જણાવ્યું હતું કે, અનેકવાર રજૂઆત કર્યા છતાં એ ને એજ પરિસ્થતિ છે. જો નગરપાલિકાએ ધાર્યું હોત તો વાડાની સાફસફાઈ કરી મશીનરી લગાડી વાડાને ચોખ્ખો કરી શકત. જ્યાં સુધી નગરપાલિકાના હોદ્દેદારો સ્થળે આવીને સમસ્યાનો નિકાલ નહીં કરે ત્યાં સુધી ગટરની ચેમ્બર પાસે બેસવાનો નિર્ણય (Protest by sitting near sewer chamber ) લીધો હતો.

હાથમાં કાળો ઝંડો લઈને ગટરની ચેમ્બર પાસે બેસીને વિરોધ કરતાં સામાજિક કાર્યકર્તા

ગટરની ચેમ્બર પાસે બેસીને વિરોધસામાજિક અગ્રણી મામદ લાખાએ આજે ભીડ નાકા બહાર હનુમાન મંદિરની બાજુમાં ગટરની સમસ્યાના ( Sewage pollution in Bhidnaka area of Bhuj ) વિરોધમાં હાથમાં કાળો ઝંડો લઈને ગટરની ચેમ્બર પાસે બેસીને વિરોધ ( Protest by sitting near sewer chamber ) નોંધાવ્યો હતો. ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના નગરસેવકો અને પ્રમુખ દ્વારા મામદ લાખાને સમસ્યાનો ઉકેલ આપવાની ખાતરી આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details