કચ્છઃ સમગ્ર રાજ્યમાં આગાહી મુજબ સિવિયર કોલ્ડ વેવની અસર (Severe Cold Wave in Gujarat 2021) જોવા મળી રહી છે અને સતત ઠંડીનો પારો ગગડી રહ્યો છે. ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનમાં સતત (The minimum temperature dropped in some districts) ઘટાડો થયો છે, જેના કારણે રાજ્યના તમામ જિલ્લાઓમાં લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. કચ્છ જિલ્લામાં હવામાન વિભાગે હજી ઠંડીના પ્રમાણમાં વધારો (Weather forecast for cold) થાય તેવી આગાહી કરી છે.
આ પણ વાંચો-Cold in Gujarat 2021: શિયાળો શરૂ થતાં જ વિવિધ જ્યુસનું વધ્યું મહત્ત્વ
કચ્છમાં ચારેક દિવસથી ફૂંકાઈ રહ્યા છે ઠંડા અને સૂકા પવન
કચ્છમાં છેલ્લાં ચારેક દિવસથી ઠંડા અને સૂકા પવન ફૂંકાઈ રહ્યા છે. રાજ્યના શિતમથક નલિયામાં ઠંડીનો પારો 4.2 ડિગ્રી સુધી ગગડ્યો છે. તો કચ્છ જિલ્લામાં હજી પણ 3 દિવસ સિવિયર કોલ્ડ વેવની (Severe Cold Wave in Gujarat 2021) અસર રહેશે. જ્યારે ઉત્તર-પૂર્વીય ઠંડા પવન ફૂંકાતા ઠંડીમાં વધારો જોવા મળી રહ્યું છે. તો બીજી બાજુ જિલ્લા મથક ભૂજ ખાતે પણ સવારથી જ ઠંડીનો ઠાર યથાવત્ જોવા મળ્યો છે અને સવારના ભાગમાં લોકોએ ઘરેથી બહાર નીકળવાનું ટાળ્યું હતું.