કચ્છમાં 2001ના ભૂકંપ સમયે અનેક મકાનો ઇમારતો ધરાશાયી થઈ હતી. જેમાંથી ભુજ શહેરમાં 300 જેટલી ઇમારતો નુકસાનગ્રસ્ત થઇને પણ ઉભી છે. આ ઇમારતોમાં મરામત બાદ અનેક પરિવારોએ રહેણાંક શરુ કરી દીધું છે. જે 19 વર્ષ પહેલા 300 ઇમારત જર્જરિત હતી. તેમાં સમયાંતરે ઘટીને હવે 39 થઈ હતી.
જેમાંથી 19 ઇમારતોનો સર્વ હાથ ધરીને તંત્રએ હમણાં જ ત્રણ ઇમારતો તોડી પાડવાનો આદેશ કર્યો છે. જેમાં શહેરના નીમઢોળ શેરીમાં આવેલા રૂપારેલ કોમ્પ્લેક્સ કંસારા બજારમાં આવેલી સંજય હેન્ડીક્રાફ્ટ અને સ્ટેશન રોડ પર આવેલી સ્મૃતિ કોમ્પલેક્ષનો સમાવેશ થાય છે. ત્યાંના જાગૃત યુવાનોએ જણાવ્યું હતું કે, આટલા વર્ષ રજૂઆતો બાદ પણ તંત્ર કામગીરી કરવામાં આળસ કરી રહ્યું છે. કચ્છમાં હજુ પણ 4ની તીવ્રતાના આંચકા નોંધાયા રહ્યા છે. જો આ સ્થિતિમાં કોઇ ઇમારત પડી જશે તો જે કંઈ નુકસાની થશે. તેની જવાબદારી કોણ લેશે.